તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Private Dairy Will Do Home Delivery Of Milk Amul Will Also Get Milk Shop 070011

ખાનગી ડેરી દૂધની હોમ ડિલિવરી કરશે, અમૂલ દૂધ દુકાને પણ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના પગલે ખાનગી દૂધ ડેરી એસો., રાજકોટ ડેરી અને માહી દૂધના સંચાલકોની કલેક્ટરે બેઠક બોલાવી હતી. જેમાં દૂધની ખરીદી માટે લોકો બહાર નીકળતા હોવાથી ઘરે જ દૂધની ડિલિવરી મળી રહે તે માટે દૂધની પણ હોમ ડિલિવરી કરવા સૂચના આપી હતી. ખાનગી ડેરી એસોસિએશને રવિવારથી જ દૂધની હોમ ડિલિવરી શરૂ કરવાનું નક્કી કર્યું છે, અમૂલ દૂધ અને માહી દૂધના અધિકારીઓ આ અંગે કોઇ નિર્ણય લીધો નથી. અમૂલ પાર્લર, ડેરીમા દૂધનું વેચાણ ચાલુ રહેશે. ભીડ ન થાય માટે સપ્લાઇ ચેન ઉભી કરવા કલેકટરે સૂચન કર્યું છે.

ખાનગી ડેરી એસો.ના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટ ખાનગી ડેરી એસો.ને દૂધની ડિલિવરી ઘરે પહોંચાડવાનું નક્કી કર્યુ છે. ખાનગી ડેરી મારફતે દૈનિક 3 લાખ લિટર દૂધનું વેચાણ થઇ રહ્યું છે. જેમાંથી અડધો અડધ હોમ ડિલિવરી થાય છે પરંતુ હવે લોકડાઉનથી 100 ટકા ડિલિવરી ઘરે કરાશે. ખાનગી ડેરી એસો.ને દૂધ ખરીદી ભાવમાં રૂ.680થી વધારી 730 કરી આપ્યા છે જેથી દૂધ ઉત્પાદકોને કોઇ નુકસાન ન થાય. રાજકોટ જિલ્લા દૂધ સંઘના એમ.ડી. વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, અમૂલ દૂધ લોકોના ઘર સુધી પહોંચતું કરવા માટે મનપાને વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. અમૂલ દૂધ કેન્દ્રો પર દૂધનું વેચાણ ચાલુ રહેશે તેમજ સ્થાનિક વિક્રેતા મનપાની મદદથી હોમ ડિલિવરી કરશે. રાજકોટ ડેરી 1 એપ્રિલથી દૂધ ખરીદ ભાવમાં રૂ.60નો વધારો કરી રૂ.680 પ્રતિ કિલો ફેટ કરશે.

ડેરીએ ભીડ ન થાય તે માટે સપ્લાઇ ચેઇન ઊભી કરવા સૂચન : કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...