તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી પૂંજીવાદી કંપનીઓ રેલવેને નફા માટે ચલાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સરકારની કામદાર વિરોધી નીતિઓને લઈને રાજકોટ રેલવે ડિવિઝનમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાની આગેવાનીમાં કરાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ જોડાયા હતા અને સરકાર તરફથી જો હકારાત્મક અભિગમ નહીં અપનાવવામાં આવે તો વિવિધ માંગોને લઈને રેલ રોકો આંદોલન કરવા સુધીની તૈયારી પણ દર્શાવી હતી.

ડિવિઝનલ સેક્રેટરીએ સરકારની શ્રમ વિરોધી નીતિઓ, કામદાર વિરોધી નીતિઓ અંગે છણાવટ કરતા કહ્યું હતું કે રેલ પ્રશાસન એ એક આગવું રાષ્ટ્રની સેવા આપતી જીવનરેખા છે જેનું ખાનગીકરણ કરવું મતલબ રાષ્ટ્રને વેચવું, રાષ્ટ્ર સાથેનો દ્રોહ છે. ખાનગી પુંજીવાદી કંપનીઓ રેલવેને પોતાના નફા માટે ચલાવશે નહીં કે લોકોની સેવા કરવા કે ગરીબ અને સામાન્ય લોકોને પોતાની મંજિલ સુધી પહોંચાડવા. નવી પેન્શન સ્કિમ રદ કરવી, વર્કશોપ અને પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવાથી આર્થિક સંકડામણ અને અસફળતામાં વધારો થશે, રેલવે કર્મચારીઓમાં 30 ટકા સુધી કમી કરવા માંગે છે અને ખાલી જગ્યાઓ ભરાતી નથી, રેલવેના ખાનગીકરણ કાર્યમાં સફળતા મળશે કે પછી ભ્રષ્ટાચારમાં વધારો થશે તેવા અનેક મુદ્દાઓની છણાવટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો