તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટી પોલિસીના આધારે પ્રીમિયમ વસૂલી છેતરપિંડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વધુ એક છેતરપિંડીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ટ્રકમાલિકને ઇન્શ્યોરન્સ કંપનીનો એજન્ટ હોવાનું જણાવી વાહનની બોગસ વીમા પોલિસીના આધારે પ્રીમિયમ વસૂલી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી ગો ડિઝિટ જનરલ ઇન્સ્યોરન્સ લિ.કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ મહેશભાઇ શુક્લએ આરોપી તરીકે હરેશ ઉકાભાઇ લાવડિયા સહિતના શખ્સો સામે યુનિવર્સિટી રોડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, નિકુંજભાઇ ગત તા.27-11ના રોજ ઓફિસ પર હતા. ત્યારે સવજીભાઇ નામની વ્યક્તિ તેમની પાસે રહેલી ટ્રકની પોલિસી સાચી છે કે ખોટી તે જાણવા ઓફિસ પર આવ્યા હતા. જેથી આ અંગે સિસ્ટમ મારફત ખરાઇ કરતા પોલિસીમાં ટ્રકના નંબરને બદલે તે નંબર વડોદરાના કોઇ ટુ વ્હિલરના નંબર હોવાનું અને તેના માલિક મહિલા હોવાનું જાણવા મળ્યું હતું. કૌભાંડ હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો