તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Pramapratisthana Mahotsav From Kamakhya Temple Near Ranuja Temple Today 070625

રણુજા મંદિર પાસે કામાખ્યા મંદિરનો આજથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : બંગાળના આસામ ખાતે આવેલ મા કામખ્યા માતાજીના મંદિર જેવું જ મંદિર ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે કોઠારિયા ગામ ખાતે બની ગયું છે તા.17થી 19ના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાશે. 51 શક્તિ પીઠ પૈકી 18મું શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવતું મા કામખ્યા મંદિર- ટ્રસ્ટની મંજૂરી સાથે રાજકોટ ખાતે રણુજા મંદિર સામે લાપાસરી રોડ, કોઠારિયા ગામ ખાતે માતાજીનું મંદિર બની રહ્યું છે. મૂળ પીઠથી જલ, માટી અને વસ્ત્ર લઈ આવવામાં આવ્યા છે અને તેનું અહીં મંદિરે પૂજન - અર્ચન મૂર્તિ સાથે સ્થાપન કરવામાં આવશે અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. નિલાંચલ પર્વતની માટી લાવવામાં આવી છે. તા.17ને બુધવારે બપોરે 4 વાગ્યે સામૈયા, શોભાયાત્રા અને ધાન્યધિવાસ, દેહશુધ્ધિ કાર્યક્રમ રહેશે. તા.18ના સવારે 7 વાગ્યે ગણપતિ સ્થાપન અને પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ શાંતિ હોમ, જલાધિવાસ, દેવિયાગ, 151 કળશ મહા સ્થાપન થશે. તા.19ના નિત્ય પૂજા પ્રાસાધ્વાસ્તુ કુટીર હોમ, દીક્ષુ હોમ, અંલોર હોમ, ધ્વજારોહણની મૂર્તિ સ્થાપન સહિતના કાર્યક્રમો રહેશે. બે એકરની વિશાળ જગ્યામાં મંદિર સાથે કામાખ્યા મા ગૌશાળા પણ બનાવવામાં આવી છે. મંદિરમાં રોજ સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતી થશે. મંદિરનો સમય સવારે 6થી બપોરના 12 અને સાંજે 4થી 8નો રહેશે.

અન્ય સમાચારો પણ છે...