તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોણા ચાર કલાકમાં જ મકાનમાંથી 3 લાખની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ વધુ એક બનાવને અંજામ આપ્યો છે. દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડ સિંગલિયા ક્વાર્ટરમાં રહેતા બંગડીના ધંધાર્થીનાં માત્ર પોણા ચાર કલાક બંધ મકાનમાં તસ્કરોએ પગલાં પાડી રૂ.3 લાખની રોકડની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવની વિગત મુજબ, બંગડી બનાવવાનો તેમજ બંગડીનો છોલ વેચવાનો ધંધો કરતા ખુશાલભાઇ પ્રફુલ્લભાઇ સેતા નામનો યુવાન તેમના પરિવાર સાથે શુક્રવારે આઠ વાગ્યે મોરબી રોડ પર રહેતા માતા-પિતા, ભાઇઓનાં ઘરે જમવા ગયા હતા. દરમિયાન મોટા ભાઇનો સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો. અને તેમણે બંધ મકાનનું તાળું તૂટેલું હોવાની વાત કરી હતી. જેથી પોતે તુરંત ઘરે દોડી ગયા હતા. ઘરમાં તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. તપાસ કરતા ટેબલના ખાનામાં રાખેલા રોકડા રૂ.1.40 લાખ, 10 હજારનાં સિક્કા તેમજ બીજા રૂમના ટેબલના ખાનામાંથી 50 હજાર, કબાટમાં રાખેલા રૂ.1 લાખ ગાયબ હતા. ચોરી થયાની ખબર પડતા તુરંત થોરાળા પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઇ પી.ડી.જાદવ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટના નિષ્ણાતની મદદથી તસ્કરનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે. ચોરીમાં કોઇ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરમાં તસ્કરીના ગુનાઓ વધી રહ્યા છે તે બાબત નગરજનો માટે ચિંતાજનક બની છે.

અન્ય સમાચારો પણ છે...