તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક, ગ્લોવ્ઝ પહેરીને ફરજ બજાવવા પોલીસને તાકીદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનો ભંગ કરનારા તત્ત્વો સામે વધુ કડક કાર્યવાહી કરવા તેમજ કોરોનાના જોખમ વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસ સ્ટાફને ફરજ વખતે માસ્ક તેમજ હાથમાં ગ્લોવ્ઝ પહેરવા પોલીસ કમિશનરે તાકીદ કરી હતી.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં 21 દિવસનું લોકડાઉન છે અને ફરજિયાતપણે કોઇને બહાર નીકળવાનું થાય તો પણ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઇએ, આ બાબતનો પોલીસબેડામાં પણ અમલ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ આજ દિવસ સુધી કાર્યવાહી કરી રહી છે, પરંતુ હવેથી આવા તત્ત્વો સામે વધુ કડક બનવાની સૂચના
આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...