તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Police Said On The Issue Of Burning The Dustbin Not In Our Limits 071038

ડસ્ટબિન સળગાવવાની ફરિયાદ મુદ્ે પોલીસે કહ્યું, અમારી હદમાં નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાની ટ્વિન ડસ્ટબિનને કોઇ શખ્સોએ સળગાવી દેતા તે અંગેની ફરિયાદ લખાવવા માટે મનપાના અધિકારી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા, પરંતુ ત્યાંના પોલીસ સ્ટાફે આ અમારામાં ન આવે તેમ કહી એ ડિવિઝન ખાતે જવા કહ્યું હતું. સામાન્ય રીતે મનપાના અધિકારીઓ સમક્ષ જ્યારે શહેરીજનો પોતાના પ્રશ્નો લઇને જતા હોય છે ત્યારે તેઓ પણ આવો જ જવાબ આપતા હોય છે ત્યારે આજે પોલીસ પાસેથી મનપાના અધિકારીઓને આવો જવાબ મળ્યો છે.

સરકારી માલ મિલકતને નુકસાન કરવાના કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવે છે. જેના પગલે સોમવારે સવારે કેનાલ રોડ પર મિલન જનરલ સ્ટોર્સ પાસે મનપાએ મૂકેલી ટ્વિન ડસ્ટબિન કોઇ શખ્સોએ સગળગાવી નાખી હતી. જેના પગલે સ્થાનિક કોંગ્રેસના આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા અને કોર્પોરેટર અતુલ રાજાણીએ મનપાના અધિકારીઓ તેમજ ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ બુઝાવી હતી. સરકારી મિલકતને નુકસાની પહોંચાડનાર સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં.14ના એસઆઇ વાજા પોલીસ મથકે ગયા હતા. ફરિયાદ લખાવવા ગયેલા મનપાના અધિકારીને પોલીસે ‘આ અમારામાં ન આવે’ તેવો જવાબ આપી એ ડિવિઝને અરજી સાથે મોકલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...