તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ મીટ | DCP સૈનીએ ચક્ર ફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસ દ્વારા ચાલી રહેલા સ્પોર્ટસ મીટમાં એથ્લેટિક્સની સ્પર્ધા પૂર્ણ થઇ છે. ઝોન 1 ડીસીપી રવિકુમાર સૈનીએ ચક્ર ફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહિલા વિભાગમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નેહલ મકવાણાએ લોંગ જમ્પ, ગોળા ફેંક, ભાલા ફેંક, ચક્ર ફેંક, 200મી.દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઝોન 2ના અર્જુન ડવે 100મી., લોંગ જમ્પમાં પ્રથમ, ઝોન 1નાં અરમાનભાઇ માંગરિયાએ 200મી.દોડ, 800મી. દોડમાં પીયૂષભાઇ રવજીભાઇએ, 100X4મી. રિલે દોડમાં ઝોન 1નાં કનુભાઇ ભમ્મર, રમેશભાઇ માલકિયા, અંકિત મકવાણા, અરમાનભાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગોળા ફેંકમાં હેડ ક્વાર્ટરના સુજિતસિંહ દિલીપસિંહે ગોળા ફેંકમાં, ભાલા ફેંકમાં આર.બી.જાડેજાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહિલા વિભાગની 100મી. અને 800મી.દોડમાં ઝોન 2ના બંસી ચૌહાણે, 100X4મી.રિલે દોડમાં ટ્રાફિક શાખાના નેહલ મકવાણા, રિદ્ધિ સોલંકી, ફરિદા કથીરી, સ.બારૈયાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સ્વિમિંગની સ્પર્ધાની 50મી. અને 100મી. ઇવેન્ટમાં ધવલ સોઢાએ, 50X4 રિલેમાં ભૂપતભાઇ હિરજીભાઇ, દાનીશ જુણેજા, ધવલ સોઢા, રૂસ્તમભાઇ માંગરિયાએ પ્રથમ, મહિલા વિભાગની 50મી.અને 100મી.ઇવેન્ટમાં પ્રાચી ગઢવી, 50X4 રિલેમાં પ્રાચી ગઢવી, મિથાલી ગઢવી, કેયા ચોટલિયા, હિરલ ભટ્ટે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

F-1 રેસર હેમિલ્ટને બાઈક અને મોટો રેસર રોસીએ કાર ચલાવી
વેલેન્સિયા | સ્પેનના વેલેન્સિયા શહેરના રેસિંગ સર્કિટ રિકાર્ડો ટ્રોમો પર ગુરુવારે રસપ્રદ રેસ જોવા મળી. રેસમાં ટ્રેકના બે દિગ્ગજોએ ભાગ લીધો. જેમાં છ વખતનો ફોર્મ્યૂલા-1 વર્લ્ડ ચેમ્પિયન લ્યુઈસ હેમિલ્ટન અને 9 વખત મોટો જીપી વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલ વેલેન્ટિનો રોસી સામેલ હતો. પણ આ વખતે એફ-1 ચેમ્પિયન હેમિલ્ટને પોતાની કાર છોડી ટ્રેક પર બાઇક દોડાવી જ્યારે રોસીએ બાઈકથી ઉતરી રેસિંગ કારની પેનલ સંભાળી હતી. હેમિલ્ટને રોસીને પોતાની મર્સીડીઝ એએમજી કાર ચલાવવા આપી હતી. આ કારથી હેમિલ્ટને 2017ની એફ-1 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. જ્યારે રોસીએ પોતાની રેસ યામહા વાઈઝેડઆર બાઈક હેમિલ્ટનને આપી હતી. આ બાઈક રોસીના કલેક્શનમાં લેટેસ્ટ છે અને તે હાલ પોતાની રેસમાં આ બાઇકનો ઉપયોગ કરે છે. આ રેસ દોસ્તાના ટાઈપની હતી.

અન્ય સમાચારો પણ છે...