ત્રિશૂલ ચોકમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાન પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રિશૂલ ચોકમાં જૂના મનદુ:ખનો ખાર રાખી ત્રણ શખ્સે યુવાન પર હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શ્રમજીવી સોસાયટી-6માં રહેતા અને ગોપાલનગરમાં ફ્લોર મિલ ચલાવતા ચિરાગ ચંદ્રેશભાઇ દેવડા નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં, તે બુધવારે રાતે મિત્રને મળવા ત્રિશૂલ ચોકમાં ગયો હતો. ત્યારે જયદીપ વિજયભાઇ દેવડા, પ્રભાત રાજુભાઇ દેવડા અને રાજુ બટુકભાઇ દેવડાએ ઝઘડો કરી પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ચિરાગને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ચિરાગને ત્રણ મહિના પહેલા આરોપીઓ સાથે માથાકૂટ થઇ હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...