વહીવટી તંત્રના પાસનો દુરુપયોગ કરનાર સામે થશે પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર અને જિલ્લામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ ભોજન અને કરિયાણાની સેવા માટે લોકડાઉનમાં અવર જવર થઈ શકે તે માટે પાસ મેળવવા લોકોનો ધસારો થયો છે. જો કે આ પાસ મેળવ્યા પછી લોકો તેનો દુરુપયોગ કરતા હોવાનું સામે આવતા હવે સરપ્રાઈઝ ચેકિંગ કરીને આ લોકોને પકડી પાસ જપ્ત કરી પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટમાં પાસ મેળવવા માટે અમુક રાજકીય આગેવાનોએ મોટા પ્રમાણમાં પાસ મેળવવા માટે ભલામણો કરી છે અને માણસો મોકલીને સેવાના નામે એક બે નહીં પણ 100-100 પાસ મગાવી રહ્યા છે. આ કારણે પાસની સંખ્યા 3000 કરતા વધી ગઈ છે. આ લોકો પાસ મેળવીને સેવાના નામે શહેરમાં ફરી રહ્યા છે. આવી ઘણી ફરિયાદો મળતા જિલ્લા કલેક્ટરે સરપ્રાઈઝ ચેકિંગ કરવા આદેશ કર્યો છે. કલેક્ટરે કહ્યું હતું કે, જે લોકો પાસનો ફક્ત બહાર ફરવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેમને શોધાશે તેમની પાસેથી પાસ લઈ લેવાશે. જે પાસધારકો તંત્રના સ્ટાફ સાથે ગેરવર્તન કરી રહ્યા છે તેમજ દુરુપયોગ કરી રહ્યા છે તેવા કિસ્સામાં પોલીસ ફરિયાદ કરાશે. પાસનો ઉદ્દેશ્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે તે કામ પૂરું થયે લોકોએ ઘરમાં જ રહેવાનું છે કારણ વગર બહાર ફરી શકે નહીં.

સરપ્રાઈઝ ચેકિંગ કરાશે, ખોટો ઉપયોગ કરનારના પાસ કબજે કરાશે : કલેક્ટર

અમુક રાજકીય આગેવાનો છૂટ મળે તે માટે ઢગલો પાસ લઈ ગયા

અન્ય સમાચારો પણ છે...