તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપાની પ્રેક્ષક ગેલેરી ખોલવા અંગે PILની 17મીએ સુનાવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસના કાર્યકરો બોર્ડમાં ધસી આવ્યાની ઘટના બાદ મેયરે બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી બંધ કરવા સૂચના આપી હતી. છેલ્લા સવા વર્ષથી મનપાના જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી બંધ છે જેનો વિરોધ કરી ગુજરાત હાઇકોર્ટમાં મનપાના બોર્ડની પ્રેક્ષક ગેલેરી ખોલવા માટે પીઆઇએલ કરવામાં આવી છે. આ માટે આગામી 17 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે. મહાનગરપાલિકાની પ્રેક્ષક ગેલેેરી ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં નહીં ખોલતા પીઆઇએલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આગામી દિવસોમાં થશે.

અન્ય સમાચારો પણ છે...