તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસકોર્સની આર્ટ ગેલેરીમાં 20મીથી ફોટોગ્રાફી પ્રદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રેસકોર્સની ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં 20-21 એપ્રિલે સવારે 10થી સાંજે 8 કલાક દરમિયાન પાંચ નામાંકિત કલાકારોની કૃતિ પ્રદર્શન રખાયું છે. આ પ્રદર્શનમાં રાજેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ડોડિયા, હિરલ રાઠોડ, હિતેન રાધનપુરા અને અભિષેક પરહી દ્વારા તૈયાર કરાયેલા કલાકૃતિમાં પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીનું તારીખ 20મીએ શનિવારે અને 21મીએ રવિવારે જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. આ પ્રદર્શનમાં પાંચ કલાકારો દ્વારા 24 ચિત્ર અને 36 ફોટોગ્રાફી પ્રદર્શિત થશે. ફોટોગ્રાફીમાં છાયા પ્રકાશ, વાઈલ્ડ લાઈફ, પ્રકૃતિ અને જીવનશૈલી તથા ચિત્રોમાં અલગ અલગ માધ્યમમાં સમકાલીન ચિત્રોનું પ્રદર્શન થશે.

અન્ય સમાચારો પણ છે...