• Gujarati News
  • National
  • Rajkot News Phones Laptops Sent To Fsl To Find Out The Cause Of The Young Man39s Suicide In Iim 073622

IIMમાં ભણેલા યુવકના આપઘાતનું કારણ જાણવા ફોન, લેપટોપ FSLમાં મોકલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈંદોર આઈઆઈએમમાંથી અભ્યાસ પૂરો કરનાર અને ખાનગી રિસર્ચ કંપનીમાં નોકરી કરતા વિક્રમ મીણાએ બોપલના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ફ્લેટની બારીમાંથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. વિક્રમે કયા કારણથી આત્મહત્યા કરી તે જાણવા પોલીસે તેનો મોબાઈલ ફોન અને લેપટોપ એફએસએલમાં મોકલવા તજવીજ શરૂ કરી છે. વિક્રમના ઘરમાંથી સંખ્યાબંધ સિગારેટના ઠૂંઠાં મળ્યા હતા, જેથી પોલીસનું માનવું છે કે કોઈ કારણોસર તે સતત ટેન્શનમાં રહેતો હોવો જોઈએ.

આ અંગે એસીપી કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે, વિક્રમના માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ અમદાવાદ આવી ગયા હતા. જો કે વિક્રમ જ્યારે પણ તેમની સાથે ફોન ઉપર વાત કરતો ત્યારે નોર્મલ વાત કરતો હતો.

જ્યારે વિક્રમના ઘરમાંથી તેનો મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે. પરંતુ તે બંને લોક છે. જેથી તેના લોક ખોલવા અને તેની અંદરના ડેટામાં શું છે તે જાણવા માટે ફોન અને લેપટોપ એફએસએલમાં મોકલાયા છે.

ક્રિસ્ટલ સ્કૂલના ખેલાડી રાજ્ય, જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઝળક્યા
રાજકોટ | ક્રિસ્ટલ સ્કૂલના ખેલાડીઓએ રાજ્ય તેમજ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા જયક્રિત અને વિશ્વાસે રાજ્યકક્ષાની માર્શલ આર્ટ અને કુસ્તી સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં દિગ્વિજય વિજેતા થયો છે. ત્રણેય ખેલાડીઓને શાળાના ડાયરેક્ટર ડો.ડી.બી.નકુમ, કોચ સચિનભાઇ, ચેતનભાઇએ અભિનંદન પાઠવ્યા છે.

U-16 | રાજકોટ રૂરલના કપ્તાનની જામનગર સામે શાનદાર રમત
રક્ષિતે 105 બોલમાં 110 રન અને 8 ઓવરમાં પાંચ વિકેટ ખેડવી નાખી
સ્પોર્ટસ રિપોર્ટર|રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં રાજકોટ રૂરલના કપ્તાન રક્ષિત મહેતાએ ઓલ રાઉન્ડ દેખાવ કર્યો છે. ખંઢેરી સ્ટેડિયમ પર બુધવારે રાજકોટ રૂરલ અને જામનગર વચ્ચે વન ડે મેચ યોજાયો હતો. રાજકોટે ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. નિર્ધારિત 50 ઓવરમાં રાજકોટે 6 વિકેટ ગુમાવી 299 રન કર્યા હતા. જેમાં કપ્તાન રક્ષિતે 105 બોલમાં 17 ચોગ્ગાની મદદથી શાનદાર 110 રન તેમજ આકાશ શાહે અણનમ 74 રન કર્યા હતા. જામનગરના કપ્તાન સ્મિત સાંગાણીને બે વિકેટ ખેડવવામાં સફળતા મળી હતી. બીજી તરફ જીત માટે 300ના ટાર્ગેટ સાથે દાવ લેવા ઉતરેલી જામનગરની ટીમ 35.2 ઓવરમાં માત્ર 170 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં કપ્તાન સ્મિતે 44 રન કર્યા હતા. જ્યારે રક્ષિતે 8 ઓવરમાં એક મેડન ફેંકી 39 રન આપી પાંચ વિકેટ ખેડવી તરખાટ મચાવ્યો હતો. તેમજ રૂષિરાજ અખાણીએ બે વિકેટ મેળવી હતી. નોકઆઉટ રાઉન્ડમાં બેટિંગ-બોલિંગનું શાનદાર પ્રદર્શન કરનાર રક્ષિતે લીગ રાઉન્ડના બે મેચમાં કુલ 142 રન કર્યા હતા. જેમાં રાજકોટ સામે અણનમ 54 અને અમરેલી સામે માત્ર 59 બોલમાં 17 ચોગ્ગા ફટકારી 88 રન ફટકાર્યા હતા. અન્ય એક મેચમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમે કચ્છને 6 વિકેટ હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

રાજકોટ, શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019 | 10
અન્ય સમાચારો પણ છે...