તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PGVCLની ટીમે 28.30 લાખની વીજચોરી પકડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડની ચેકિંગ ટીમે શુક્રવારે શહેરના વાવડી, રૈયા, માધાપર અને મવડી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં સઘન વીજચેકિંગ કરી 28.30 લાખની પાવરચોરી પકડી પાડી છે. શહેરના સિટી ડિવિઝન-3 હેઠળ આવતા સબ ડિવિઝનના જુદા જુદા વિસ્તારોમાં સવારથી વીજ કંપનીની 52 ટીમ ત્રાટકી હતી અને સઘન વીજ ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ 1212 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા જેમાંથી 152 કનેક્શનમાં ગેરરીતિ માલુમ પડતા ચેકિંગ ટીમે 28.30 લાખનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...