DivyaBhaskar News Network
Jul 22, 2019, 07:05 AM ISTઆ વર્ષે ચોમાસું ખેંચાતા પીજીવીસીએલ પાસે પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે પૂરતો સમય હતો. આમ છતાં માત્ર 2 ઈંચ વરસાદમાં રાજકોટ શહેર અને આસપાસના ગામોમાં વીજળી ગુલ થઇ હતી. શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ રહેતા ફરિયાદોનો ધોધ વહ્યો હતો. રાજકોટના પાણખાણ વિસ્તાર, મયૂર ટાઉનશિપ, સેટેલાઈટ પાર્ક, ખોડિયાર પાર્ક, રઘુવીર પાર્ક, રણજિતસાગર રોડ, ગ્રીન સિટીથી છેક બાયપાસ સુધી અંધારપટ રહ્યા હતા જેથી ત્યાંના રહેવાસીઓએ પીજીવીસીએલમાં અનેક ફરિયાદો કરતા પણ વીજપ્રવાહ પૂર્વવત ન થતા કંટાળીને રસ્તા પર આવ્યા હતા. તમામે માર્ગ પર ‘પીજીવીસીએલ હાય હાય...’ના જોરજોરથી નારા લગાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. આમ છતાં મોડીરાત્રી સુધી ત્યાં વીજપ્રવાહ શરૂ થયો ન હતો.
વરસાદ પડતાની સાથે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠ ખોરવાયો હતો. કલાકો સુધી તે પૂર્વવત ન થતાં બફારાથી કંટાળેલા લોકોએ વીજ કંપનીનો હુરિયો બોલાવ્યો હતો.