તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News People Stay In The House Prosecution Will Be Taken Against The Violator 072058

લોકો ઘરમાં જ રહે, જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જનતા કર્ફ્યૂએ સ્વૈચ્છિક છે, પરંતુ કોરોનાથી શહેર અને રાજ્યને મુક્ત કરાવવા માટે આ કર્ફ્યૂનું ખૂબજ મહત્ છે. કોરોના ફેલાય નહી તે માટે શહેરમાં ચારથી વધુ લોકોના અેકઠા થવા પર પ્રતિબંધ ચાલુ છે. રવિવારે જનતા કર્ફ્યૂમાં લોકો કોઇપણ ચિંતા વગર જોડાય અને આખો દિવસ પોતાના પરિવારજનોને આપે, લોકો પોતાના ધંધા મિલકતની ચિંતા કરે નહીં, કર્ફ્યૂને પગલે શહેર પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. કર્ફ્યૂ સ્વૈચ્છિક છે, પરંતુ વર્તમાન સ્થિતિને પગલે જાહેરનામું અસ્તિત્વમાં છે અને જો લોકો 4 થી વધુ સંખ્યામાં એકઠા થશે તો જાહેરનામા ભંગ સબબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મેડિકલ ઈમરજન્સી સિવાય ટ્રક હશે ત્યાં જ થંભાવી દેવાશે

રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટેશન એસોસીએશનના પ્રમુખ હસુભાઇ ભગદેવના જણાવ્યા અનુસાર આજે તમામ ટ્રક સંચાલકોની ઓફિસ બંધ રહેશે. તેમજ મેડિકલ ઈમરજન્સી હશે તો તે માલ પહોંચાડવામાં આવશે અથવા તો તે કાઢી દેવામાં આવશે. આ સિવાયના ટ્રક જ્યાં હશે તેને ત્યાં જ ઊભા રાખી દેવા સૂચના આપવામાં આવી છે. આમ છતાં પણ જો કોઇ પોતાની રીતે માલનું પરિવહન ચાલુ રાખવા માગતા હશે તો તે રાખી શકશે.

અન્ય સમાચારો પણ છે...