તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના લોકો દેશદાઝથી ભરપૂર, 100 કિલો મીઠાઇ વહેંચી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : રાજકોટના ડિફેન્સ યૂથ ફિએસ્ટામાં પાલનપુરથી હથિયારો સાથે આવેલા બીએસએફના હેડ વિકાસ સાલેએ જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ દેશદાઝથી ભરપૂર છે અને પાકિસ્તાનમાં હવાઇ હુમલાના પગલે લોકો 100 કિલો મીઠાઇ સાથે ફિએસ્ટામાં આવી પહોંચ્યા હતા અને લોકો તથા અાર્મીના જવાનોમાં વહેંચી હતી.પાલનપુરથી રાજકોટનો રસ્તો 12 કલાકનો છે અને હથિયારો લઇને આવતા હતા ત્યારે રસ્તામાં જે હોટેલમાં ઊભા રહ્યા છીએ ત્યાં એકપણ હોટેલના માલિકે બિલ લીધું નથી અને અમુક હોટેલમાં બિલ અન્ય ગ્રાહકો અમને કહ્યા વગર ચૂકવીને જતા રહ્યા હતા.

રાજકોટમાં પ્રથમ દિવસે ભાંગડાના કાર્યક્રમ બાદ જવાનોએ દેશભક્તિનું ગીત લલકાર્યું હતું ત્યારે મુલાકાતીઓ રડી પડ્યા હતા અને તેમને રડતા જોઇ બીએસએફના જવાનો પણ ભાવુક થઇ ગયા હતા. અહીંના લોકો સેલ્ફ ડિસિપ્લિનમાં માને છે. આર્મી સાથે ખૂબ જ સારી રીતે વર્તી રહ્યા છે અને તેમનામાં દેશદાઝ ભરપૂર જોવા મળી રહી છે.જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના એમ.ડી. ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, કોઇ સંસ્થા કે પાર્ટી નહીં પરંતુ મંગળવારે પીઓકે પર હુમલાના સમાચારના પગલે લોકો સ્વયંભૂ રીતે મીઠાઇઓ લઇને આવતા હતા. આથી અવ્યવસ્થા ન થાય તે માટે તેમને અટકાવવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો