તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રફાળાના લોકો દીપડાના ભયથી 10 દી\'થી પરેશાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રફાળા ગામે દીપડાને લીધે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપેલો છે અને 10 દિવસથી દીપડો ન પકડાતા ગ્રામ્યજનો વનવિભાગ સામે રોષે ભરાયા છે. તો બીજી તરફ વનવિભાગે દીપડાના સગડ ન મળતા હોવાથી પકડાતો નથી તેવી લાચારી વ્યક્ત કરી છે.

રાજકોટ નજીક રફાળા ગામે દસ દિવસ પહેલા દીપડો આવી ચઢ્યો હતો અને એક ખેડૂત પર હુમલો કર્યો હતો. દીપડો રાજકોટમાં દેખાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાથી વનવિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પીંજરા મૂક્યા હતા. જો કે,10 દિવસથી દીપડો પકડાયો નથી. ગ્રામજનો કહે છે કે વનવિભાગના સ્ટાફમાં જરા પણ આવડત નથી. દીપડો ક્યાં દેખાયો તે સ્થળ બતાવવા કહે છે અને પગના નિશાન બતાવતા શ્વાનના હોય તેમ કહે છે. જે જવાબ આપે તે હાસ્યાસ્પદ લાગે છે, જ્યારે રેન્જ ફોરેસ્ટ કહે છે કે એક ફોન આવતાં જ સ્ટાફ અડધી રાત્રે પણ રવાના થાય છે. હાલ તો પીંજરા મૂકીએ છીએ દીપડો દેખાય તો પણ કૂતરાની જેમ કાન પકડી થોડો ખેંચી લેવાય.

પ્રયાસ થઇ રહ્યા છે પણ અફવાઓ ખૂબ છે, મારણ ખાવા પણ નથી આવતો
‘ગ્રામજનોની ફરિયાદો ખોટી છે, સ્ટાફ સતત તૈનાત રહે છે. રાત્રે 12 વાગ્યે ફોન આવે તો પણ પહોંચી જાય છે. જેને દીપડો જોયો હોય રાત્રે તેને તો સાથે રાખવા જ પડે તો એ પણ નથી કરવું. મોટાભાગેે અફવા જ નીકળે છે. મારણ સાથે પીંજરા મૂકીએ છીએ પણ હાથમાં નથી આવતો. છેલ્લે મઘરવાડાથી પણ ફરિયાદ મળી હતી પણ ત્યાં કોઇ સગડ મળ્યા નથી.’ યુ.વી. તનવાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર

શ્વાન અને દીપડાના પગના નિશાન ઓળખવા મામલે માથાઝીંક
બે દિવસ પહેલા વનવિભાગને રફાળાના ગ્રામજનોએ બોલાવી દીપડાના પગના નિશાન બતાવ્યા. ગાર્ડે વાત નકારી કહ્યું કે, શ્વાનના નિશાન છે. વારંવાર આ જવાબ સાંભળી કંટાળેલા ગ્રામજનો વનવિભાગને શ્વાનના નિશાન સુધી લઇ ગયા પછી કહ્યું કે, આ કૂતરાના નિશાન તો ગાર્ડ કહે હા તો એ દીપડો જ હશે!

હવે દીપડો પકડવા કામગીરી નહીં થાય તો પોલીસ કમિશનરને ફરિયાદ
‘ગામવાળા દીપડાને કારણે ભયભીત છે. દરરોજ મને બધા ફોન કરીને દીપડો પકડાયો કે નહીં પૂછે છે. દીપડો દેખાય તો વનવિભાગને ફોન કરીએ છીએ પણ માણસો આવીને કહે અમારે ખાલી પગના નિશાન જોવાના હોય અને ઉપર કહેવાનું હોય દીપડો પકડવું અમારું કામ નહીં. અઠવાડિયાથી ભયનો માહોલ છે હવે સરખી કામગીરી નહીં થાય તો પોલીસ કમિશનર અને કલેક્ટરને ફરિયાદ કરીશું.’ રમેશભાઈ ક્યાડા, સરપંચ, રફાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો