તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Patriotic Songs Will Be Broadcast In Parks Brts Routes And Racecourse From 17th 071536

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17મીથી બગીચાઓ, બીઆરટીએસ રૂટ અને રેસકોર્સમાં દેશભક્તિના ગીતોનું પ્રસારણ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જિલ્લા વહીવટી તંત્ર તો આ માટે આયોજન કરી જ રહ્યું છે પણ મનપાએ પણ તેના માટે અનેકવિધ કાર્યક્રમો નક્કી કર્યા છે. મનપાએ અલગ અલગ 21 કાર્યક્રમો નક્કી કર્યા છે તાજેતરમાં યોજાયેલો પતંગોત્સવ પણ તેમાં સમાવિષ્ટ છે. 17મીથી 26મી જાન્યુઆરી સુધી દરરોજ મુખ્ય બગીચાઓ, બીઆરટીએસ બસ સ્ટોપ, રેસકોર્સ રિંગ રોડ પર સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9 દરમિયાન દેશભક્તિના ગીતોનું પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ગર્ભ સંસ્કાર કેમ્પ, હેલ્થ કેમ્પ, બાળ તંદુરસ્તી હરીફાઈ, સાઇક્લોફન, જૂના ગીતો, કરાઓકે તેમજ ગીતા રબારી અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારો સાથેના બે ડાયરા સહિતના 21 જેટલા કાર્યક્રમો કરાશે. આ માટે સંભવિત તારીખો પણ નક્કી થઈ ગઈ છે શક્ય તમામ ફેરફારો પૂરા થાય ત્યારબાદ આખો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

મહાનગરપાલિકાના 17 થી 26 જાન્યુઆરીના અમુક કાર્યક્રમોની રૂપરેખા
કાર્યક્રમ તારીખ સમય સ્થળ

દેશભક્તિના ગીતોનું પ્રસારણ 17 થી 26 સવારે અને સાંજે 6 થી 9 બગીચા, બીઆરટીએસ, રેસકોર્સ

ગર્ભ સંસ્કાર કેમ્પ 17 થી 25 સવારે 9 થી 12 તમામ આરોગ્ય કેન્દ્રો

હેલ્થ કેમ્પ 17 થી 19 સવારે 9 થી 12 આરોગ્ય કેન્દ્રો અને વૃદ્ધાશ્રમ

બાળ તંદુરસ્તી હરીફાઈ 18 સવારે 9 પ્રમુખસ્વામી ઓડિટોરિયમ

કરાઓકે 8 થી 20 18મીએ સાંજે 6થી રાત્રીના 1 બાલભવન

લોકડાયરો 18 રાત્રે 9 પાણીનો ઘોડો-પેડક રોડ

સાઇક્લોફન 18 સવારે 6 રમેશ પારેખ રંગદર્શન

લોકડાયરો 19 રાત્રે 9 નક્કી કરવાનું બાકી

તારે જમીં પર 20 સાંજે 5 મહાત્મા ગાંધી મ્યુઝિયમ

લોકડાયરો 20 રાત્રે 9 મવડી ચોકડી

અન સંગ હીરોઝ 21 સાંજે 6 પ્રમુખસ્વામી ઓડિટોરિયમ

મા વાત્સલ્ય કાર્ડ કેમ્પ 22 સવારે 9 થી સાંજના 5 રણછોડદાસજી બાપુ આશ્રમ

મુખ્ય માર્ગો અને બિલ્ડિંગ પર લાઈટિંગ 23 - સમગ્ર શહેર

જૂના ફિલ્મી ગીતો 24 રાત્રે 8 વિરાણી હાઈસ્કૂલ

લાઈટિંગ પોલ પર કાયમી ડેકોરેશન 24 - રેસકોર્સ રિંગ રોડ

ફ્લાવર શો 24 થી 26 સવારે 10થી રાત્રે 10 રેસકોર્સ ખાતે

લોકાર્પણ અને ખાતમુહૂર્ત 25 --- ----

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો