- Gujarati News
- National
- Rajkot News Partial Cancellation Of Two Trains Tomorrow Including Bhavnagar Okha 073017
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર-ઓખા સહિત બે ટ્રેન કાલે આંશિક રદ
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ
રાજકોટ રેલવે ડિવિઝનના લખામાંચી સ્ટેશન પર ટ્રેક મેન્ટેનન્સ કામગીરીને પગલે 12 જાન્યુઆરીએ મેગા એન્જિનિયરિંગ બ્લોક લેવાયો છે જેના કારણે રાજકોટ આવતી-જતી અનેક ટ્રેનના ટાઈમટેબલ ખોરવાયા છે. ઓખા-ભાવનગર સહિત બે ટ્રેન આંશિક રદ કરી દેવામાં આવી છે જ્યારે રાજકોટ સ્ટેશન પર આવતી-જતી અન્ય પાંચ ટ્રેનના શિડ્યુલ પણ મોડા થયા છે. જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન સહિત પાંચ જેટલી ટ્રેન 15 મિનિટથી લઈને 3 કલાક સુધી મોડી દોડશે તેમ સિનિયર ડીસીએમ રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
આ ટ્રેન આંશિક રદ
ટ્રેન નં. 59207 ભાવનગર-ઓખા લોકલ થાન સુધી જશે, આ ટ્રેન થાન-ઓખા વચ્ચે રદ કરાશે
ટ્રેન નં. 59208 ઓખા-ભાવનગર લોકલ થાનથી ઉપડશે, ઓખા-થાન વચ્ચે રદ રહેશે.
આ ટ્રેન મોડી પડશે
મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 45 મિનિટ મોડી
જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 2 કલાક 50 મિનિટ મોડી ઉપડશે
અમદાવાદ-વેરાવળ 1 કલાક મોડી
વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ 15 મિનિટ મોડી દોડશે.