તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Palmoline Oil Boosts Singtel Cottonseed Expensive Cans Rs 20 Increased 072552

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પામોલીન તેલની તેજીએ સિંગતેલ-કપાસિયા મોંઘુ, ડબ્બે રૂ. 20 વધ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિફાઈન્ડ તેલની આયાત પર પ્રતિબંધ લાગુ કરાતાં ઘરઆંગણે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. સતત બીજા દિવસે મુખ્ય તેલ અને સાઈડતેલના ભાવમાં વધારો નોંધાયો છે. પામોલીન તેલમાં તેજી રહેવાથી સીંગતેલ અને કપાસિયાના ભાવ પણ વધ્યા છે. કપાસિયા તેલ અને પામોલીન તેલમાં બે દિવસમાં રૂ. 40 વધ્યા છે જેની સાથે સોયારિફાઈન અને સનફલાવર તેલનો ડબ્બો રૂ. 1500એ પહોંચ્યો છે.

સપ્તાહના અંતિમ દિવસમાં છૂટક તેલના ભાવમાં વધારો નોંધાયો હતો. જેને કારણે તેલિયારાજાઓની સિન્ડિકેટે ભાવ વધુ ઊંચા બોલ્યા હતા. તેથી માર્કેટમાં ઉછાળો આવ્યો હતો. ગુરુવારે સીંગતેલ લુઝના ભાવ રૂ. 1100 બોલાયા હતા.જેમાં શુક્રવારે રૂ. 25 નો ભાવવધારો થતા ભાવ રૂ. 1125 બોલાયા હતા. આ ભાવમાં 80-90 ટેન્કરના કામકાજ નોંધાયા હતા.

જ્યારે કપાસિયા વોશમાં રૂ. 875-878 ના ભાવ રહ્યા હતા. કંડલા સોયારિફાઈન માં 929-930 અને કંડલા પામમાં રૂ. 879-880 નો ભાવ બોલાયો હતો.

છુટક ભાવમાં વધારો થતા ડબ્બામાં ભાવ વધ્યા હતા. ભાવ વધ્યા બાદ સીંગતેલનો ડબ્બો રૂ. 1940-1950 રહ્યો હતો. જયારે કપાસિયા તેલ ડબ્બાનો ભાવ રૂ. 1450-1490 બોલાયો હતો.સનફલાવર અને કોર્ન ઓઈલ પણ રૂ. 1500 એ પંહોચ્યો છે. રિફાઈન્ડ તેલની આયાત પર ભાવ વધારાથી સ્થાનિક લેવલે ઉછાળો આવ્યો છે. વેપારીના જણાવ્યાનુસાર હજુ ભાવ વધારો યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો