તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન સાથે મેચ ન જ રમવો જોઇએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વાતાવરણ તંગ બની ગયુ છે. આગામી વર્લ્ડકપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સાથે મેચ ન રમવો જોઇએ તેવો દેશવાસીઓની સાથે ખુદ ક્રિકેટરોમાં પણ સૂર ઉઠ્યો છે. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ તો પાકિસ્તાન સાથે મેચ ન રમવાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. બીસીસીઆઇ અને સરકાર તેમનો નિર્ણય જે આપે તે, પરંતુ સૌરાષ્ટ્રનાં પૂર્વ ક્રિકેટરોના વ્યક્તિગત મત મુજબ પાકિસ્તાન સાથે મેચ જ ન રમવો જોઇએ તેવો સૂર પૂરાવ્યો છે.

પાક.ને હરાવીને બદલો લેવો જોઇએ: મહેતા
પૂર્વ રણજી પ્લેયર પ્રતિક મહેતાના મત મુજબ, પાકિસ્તાનની ટીમને મેચમાં પરાજિત કરી શહીદોનો બદલો લેવો જોઇએ. પરાજયના શરમથી જ તે મરી જવું જોઇએ. દેશના જવાનોની સાથે ક્રિકેટ પ્લેયરો પણ પાકિસ્તાનને હરાવવા માટે સક્ષમ છે.

હાલની સ્થિતિ જોતા ન રમવું જોઇએ: ઘાવરી
સૌરાષ્ટ્રના તેમજ ભારતીય ટીમ વતી રમી ચૂકેલા કરશન ઘાવરીએ હાલની પરિસ્થિતિને જોતા પાકિસ્તાન સાથે રમવું ન જોઇએ તેવો વ્યક્તિગત મત જણાવ્યો છે. તેમ છતાં બીસીસીઆઇ-સરકારનું સૂચન મહત્ત્વનું છે.

ICC જ બેન કરે તે જ યોગ્ય: પ્રકાશ ભટ્ટ
પૂર્વ રણજી પ્લેયર પ્રકાશ ભટ્ટે તેમના વ્યક્તિગત મત મુજબ, આઇસીસીએ જ પાકિસ્તાન સામે બેન મૂકે તે યોગ્ય છે. સ્પોર્ટસની દૃષ્ટિએ નુકસાન હોવાનું સચિન તેંડુલકરે કહ્યું છે તે વાત પણ દમવાળી છે.

દેશ પહેલા, રમવું ન જ જોઇએ: બિપીન પૂજારા
દેશ પહેલા, પાકિસ્તાન સાથે ન જ રમવું જોઇએનો પૂર્વ રણજી પ્લેયર બિપીન પૂજારાએ વ્યક્તિગત મત આપ્યો છે. દેશની સુરક્ષાને તેમજ ક્રિકેટને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખી બીસીસીઆઇ-સરકારે નિર્ણય કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો