તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજી ડેમ સપ્તાહમાં સૌની યોજના હેઠળ થશે ઓવરફ્લો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમમાં સૌની યોજનાથી પાણી ઠાલવવાનું ચાલુ છે. અત્યાર સુધીમાં 340 એમસીએફટી પાણીનો જથ્થો આજી ડેમમાં ઠાલવવામાં આવ્યો છે અને હજુ પાણીની આવક ચાલુ છે. જેના પગલે આજી ડેમની જળ સપાટી 25 ફૂટે પહોંચી ગઇ છે. ચાલુ સપ્તાહ દરમિયાન આજી-1 ડેમ ઓવરફ્લો થઇ જશે. અત્રે નોંધનીય છે કે ચાલુ વર્ષે શહેરમાં સારો વરસાદ પડ્યો હોવાથી આજી ડેમ ઓવરફ્લો થયો હતો, પરંતુ શહેરની પાણીની માંગ વધુ હોવાથી આજી ડેમમાં આગામી ચોમાસા સુધી ચાલે તેટલું પાણી નહીં હોવાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે 600 એમસીએફટી પાણી સૌની યોજનાથી પૂરું પાડવા માંગ કરી હતી. જેના પગલે આજી ડેમમાં પાણીને ઠાલવવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં દૈનિક 300 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. આજી ડેમ બાદ ન્યારી-1 ડેમ ખાતે પાણી ઠાલવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારે 600 એમસીએફટી પાણી સૌની યોજના હેઠળ આપવા માગ કરી હતી. જેનાભાગરૂપે સિંચાઈ વિભાગે 15 માર્ચથી મચ્છુ નદીમાં નર્મદાનું પાણી છોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...