તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ નજીક હોર્ડિંગ્સ, ટાવરો દૂર કરવા આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેરપોર્ટ અને તેની આસપાસના 10 કિલોમીટરના એરિયામાંથી હોર્ડિંગ્સ અને મોબાઈલના ટાવરો દૂર કરવા માટે કલેક્ટરે આદેશ કર્યો છે. આ માટે કુલ 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અેરપોર્ટ ઓથોરિટી, પીજીવીસીએલ,મહાનગરપાલિકા સહિત વિવિધ વિભાગો સાથે કલેક્ટરે બેઠક કરી હતી.જેમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે. એરપોર્ટ વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારમાં અનેક દબાણો થઇ ગયા છે. એક બાજુનો ભાગ ગાંધીગ્રામ વિસ્તારમાં પડે છે. જ્યાં કચરાના ઢગલાં જોવા મળે છે ત્યારે આ દબાણો અને કચરાના ઢગલાં દૂર કરવા માટે કલેક્ટરે તાકીદ કરી છે. વિમાનને નડતર રૂપ તમામ પ્રકારના દબાણો દૂર કરવા માટે તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...