તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Only 467 Crores For 322 Sources While Manpa Has Only 621 Crores For Two 034534

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

322 સ્ત્રોત માટે માત્ર 4.67 કરોડ, જ્યારે મનપા માત્ર બે માટે 6.21 કરોડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
322 સ્ત્રોત માટે માત્ર 4.67 કરોડ, જ્યારે મનપા માત્ર બે માટે 6.21 કરોડ
સુજલામ સુફલામ જળસંચય માટે આખા જિલ્લામાં કુલ 479 કામો હાથ ધરાશે અને તેમાં 14.69 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં 322 કામને જળસંપત્તિને લગતા ગણાવાયા છે જેમાં ડેમ અને ચેકડેમનો સમાવેશ થાય છે. આ બધા કામો કોઇને કોઇ ગામ માટે મહત્ત્વના છે. તમામ પાછળ 4.67 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા માત્ર બે તળાવના બ્યુટિફિકેશન પાછળ 6.10 કરોડ રૂપિયા વેડફી રહી છે.

આ કારણથી ‘સ્માર્ટ’ મનપાને આ યોજનાનો વધુ મોહ છે
સુજલામ સુફલામ જળસંચય અભિયાન સીધા સરકારની દેખરેખ હેઠળ હોય છે. સરકારમાં જે તે જિલ્લા અને મહાનગરપાલિકા આંકડા આપે છે અને તમામનો સરવાળો કરી સરકાર જાહેર કરે છે કે પીવા તેમજ સિંચાઈ માટેના આટલા સ્ત્રોત ઊંડા ઉતારવાથી કરોડો લિટર પાણીનો સંગ્રહ વધશે. મનપા ધારે તો પોતાના ફંડમાંથી આ બ્યુટીફિકેશન કરી શકે, પણ આ યોજનામાંથી કરવાથી બે ફાયદા મળશે, મનપા સરકારમાં આંકડા રજૂ કરી શકશે જેને જરૂરિયાતવાળા સ્ત્રોતોમાં ખપાવી લેવાશે તેમજ બ્યુટીફિકેશનના નામે ખર્ચ કરવામાં જે અડચણ છે તે પણ આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો