તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Onions Sold At Rs 30 In The Yard Are Being Sold At Rs 70 In The Market 072009

યાર્ડમાં 30 રૂપિયે વેચાતી ડુંગળી બજારમાં 70 રૂપિયે વેચાઈ રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગળીના ભાવો રાજ્યભરમાં ઉહાપોહ મચાવી રહ્યા છે. યાર્ડની બહાર છૂટક બજારમાં ડુંગળીના ભાવોને લઇને જે માથાકૂટ ચાલી રહી છે તેના પર ધ્યાન જ નથી દેવાયું. આ કારણે યાર્ડમાં 30 રૂપિયે કિલોએ ખેડૂતોએ વેચેલી ડુંગળી છૂટક બજારમાં 70 રૂપિયે વેચાઈ રહી છે.

રાજકોટ પ્રાંત અધિકારીએ શુક્રવારે યાર્ડના અધિકારીઓ અને વેપારીઓ સાથે ડુંગળીના ભાવો અંગે બેઠક કરી હતી જેમાં રાજકોટમાં ડુંગળીના ભાવો અન્ય જિલ્લા કરતા ઓછા હોવાનું કહ્યું હતું. જોકે તેમનો આ સંદર્ભ માત્ર યાર્ડ પૂરતો જ હતો. છૂટક બજારમાં ડુંગળીની અછતના બહાને જે લૂંટ ચલાવાઈ રહી છે તેની તપાસ જ નથી થઇ. બેડી યાર્ડમાં શનિવારે 1100 ક્વિન્ટલ ડુંગળીની આવક થઇ હતી અને મણનો ભાવ 200થી 750 રૂપિયા બોલાયો હતો. સારામાં સારી ડુંગળીનો ભાવ પણ ખેડૂતોને 35થી 37 રૂપિયે મળ્યો હતો. જ્યારે છૂટક બજારમાં મધ્યમ ગુણવત્તાની ડુંગળીનો ભાવ 70 રૂપિયા રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...