તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક લાખ સ્ત્રી મતદારો વધ્યા, 10 લાખ મહિલા મતદાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા 2019 ની ચુંટણીમાં આ વખતે 10 લાખ મહિલાઓ મતદાન કરશે.જે ગત લોકસભાની ચુંટણીની સરખામણીએ આ વખતે 1 લાખ વધુ છે.2014 ની લોકસભાની ચુંટણીમાં 9 લાખ 16 હજાર 107 મહીલાઓ મતદારોની સંખ્યા વધુ નોંધાઈ હતી.જ્યારે આ વખતે 10 લાખ 12 હજાર 655 મહિલાઓ મતદારોની સંખ્યા થઇ છે. સૌથી વધુ મહિલા મતદારોની સંખ્યા રાજકોટ ઈસ્ટમાં 1 લાખ 59 હજાર 247 માં છે.જ્યારે સૌથી ઓછી મહિલા મતદારોની સંખ્યા ગોંડલમાં 1 લાખ 04 હજાર 154 છે.પુરૂષ મતદારોની સંખ્યા 11 લાખથી વધુ નોંધાઈ છે. જ્યારે બેઠક પર મળીને મહિલાની કુલ વસ્તી 15 લાખ 51 હજારથી વધારે છે.લોકસભાની ચુંટણીમાં મહિલા મતદારોની ટકાવારી 65.28 ટકા છે.જ્યારે પુરૂષોની ટકાવારી 64.29 ટકા છે.મહિલા મતદારોની સાૈથી વધુ ટકાવારી ગોંડલ બેઠક પર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...