તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલેશ્વરમાં સ્વાઈન ફ્લૂથી એક મોત, એક પોઝિટિવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંગલેશ્વર વિસ્તારના ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા 50 વર્ષીય મહિલાનો સ્વાઈન ફ્લૂ પોઝિટિવનો રિપોર્ટ મંગળવારે આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. શનિવારે બપોરે 12:15 કલાકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. જંગલેશ્વરમાં જ શેરી ન.6માં રહેતા 40 વર્ષના યુવાનને સ્વાઈન ફ્લૂની શંકાએ સિવિલ હોસ્પિટલ લવાયા હતા જ્યાં સેમ્પલ લેવાતા શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક જ વિસ્તારમાંથી એક જ દિવસમાં અેક મોત અને એક પોઝિટિવનો બનાવ નોંધાયો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, બંને એક વિસ્તારના છે પણ રહેઠાણ વચ્ચે ખૂબ મોટું અંતર આવેલું છે એટલે તે વિસ્તારમાં ચેપ લાગ્યો હોવાનું શક્ય નથી. શનિવારે શહેરના એક પોઝિટિવ કેસ ઉપરાંત જસદણ તાલુકાના અાટકોટમાં રહેતા 42 વર્ષના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો અને સેમ્પલ લેવામાં આવતા સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે.

સિંગતેલમાં રૂ. 10 ઘટ્યા, કપાસિયામાં 10નો વધારો
બિઝનેસ રિપોર્ટર|રાજકોટ

આ વર્ષે વરસાદના અભાવને કારણે મગફળીનો પાક અોછો આવ્યો છે.નવા વર્ષમાં સિંગતેલનો ભાવ 1700 રૂપિયા પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સિંગતેલમાં લેવાલી ન હોવાથી ભાવ સ્થિર રહ્યા હતા.નવા વર્ષમાં પહેલીવાર સિંગતેલમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.આ અંગેનું કારણ આપતા વેપારીઓ જણાવે છે કે, લેવાલીના અભાવથી ભાવમાં સ્થિરતા છેે. શનિવારે સિંગતેલ 15 લિટર ડબ્બાનો ભાવ 1690-1700 રૂપિયા રહ્યો હતો, જ્યારે સિંગતેલની સરખામણીએ કપાસિયા તેલમાં મજબૂત વલણ રહ્યું હતું.શનિવારે કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

રાજકોટ, રવિવાર, 6 જાન્યુઆરી, 2019

| 14
અન્ય સમાચારો પણ છે...