તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારે વીજકર્મચારીઓ માસ સી.એલ. પર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાતમા પગારપંચ મુજબ પગાર-ભથ્થાના પ્રશ્ને રાજ્યની સાત વીજકંપનીઆેના કર્મચારીઆે દ્વારા 14મીએ અપાયેલા માસ સીએલના એલાનને અનુસંધાને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના એમડી સાથે કર્મચારીઆેના યુનિયનોની સંકલન સમિતિની વડોદરા વડી કચેરી ખાતે બેઠક બોલાવવામાં આવી હતી અને વીજ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સમસ્યાનું સમાધાન નહીં થતા મંત્રણા પડી ભાંગતા હવે વીજ યુનિયનો આગામી ગુરુવારે માસ સી.એલ પાડી વિરોધ કરશે.

વીજ યુનિયનોની મુખ્ય માગણીઓમાં પગાર સુધારણા અન આનુસંગિક ભથ્થાઓ મંજૂર કરવા, એરિયર્સની રકમ એક જ હપ્તે ચૂકવવી, વિદ્યુત સહાયક પ્રથાના શરતી કરારને તાત્કાલિક રદ કરવો, કાયમી ભરતી કરવી, વિદ્યુત સહાયક કર્મીઓને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ નિમણૂકની તારીખથી સિનિયોરિટીના લાભ આપવા, રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણે બેઝિક પગાર નક્કી કરી સમાનતાના ધોરણે HRA અને ભથ્થાઓ આપવા, તમામ નાણાકીય અને અન્ય લાભોના નિર્ણયની સત્તા GUVNL બોર્ડની મંજૂરીથી નક્કી કરવા સરકારમાંથી કાર્યવાહી કરવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના થયેલા વિકાસની સરખામણીમાં કર્મચારીઓ અને અધિકારીઓની નવી જગ્યા મંજૂર કરી ભરતી કરવી, ગ્રેજ્યુએટ ટેક્નિકલ કર્મચારીઓને જુનિયર ક્લાર્કમાં સમાવી 5%ની જોગવાઈમાં વધારો કરી 20% કરવી, નોન ટેક્નિકલ કેડરમાં સીધી ભરતી કરવાને બદલે લાયકાત ધરાવતા કંપનીના જ કર્મીઓને બઢતી આપવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...