• Gujarati News
  • National
  • Rajkot News On The Yajnik Road The Valve Is Closed For Three Days After The Valve Is Damaged 073231

યાજ્ઞિક રોડ પર વાલ્વ ખરાબ થતા ત્રણ દી’થી પાણી બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

ડો.યાજ્ઞિક રોડ પર વાલ્વ ખરાબ થયા બાદ યોગ્ય રીતે રિપેરિંગ નહીં થતા જાગનાથ, કોલેજવાડી, સદર વિસ્તારના 1000થી વધુ ઘરમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી.

ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યા બાદ શહેરના જળાશયો ઓવરફ્લો થયા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના આયોજનના અભાવે શહેરીજનોને પૂરતું પીવાનું પાણી મળતું નથી.

ડો.યાજ્ઞિક રોડ પાસે વાલ્વ ખરાબ થયા બાદ તે રિપેરિંગ કરવામાં ત્રણ દિવસનો સમય પસાર થયો જેના કારણે સદર, જાગનાથ અને કોલેજવાડી વિસ્તારમાં આવેલા અંદાજે 1000 જેટલા પરિવારને પીવાનું પાણી મળ્યું નથી. પાણી વિતરણ બંધ રહેતા આ વિસ્તારના લોકો બહારથી વેચાતું પાણી લેવા મજબૂર બન્યા હતા. બીજી તરફ વોર્ડ નં.7ના એન્જિનિયર વી.પી. પટેલિયાએ જણાવ્યું હતું કે, યાજ્ઞિક રોડ પર વાલ્વ ખરાબ થતા તુરંત રિપેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ રિપેરિંગ બાદ તે ન ખૂલતા ઓછા ફોર્સથી પાણી વિતરણ થયું હતું. જે બુધવારે સવારે રિપેરિંગ કરી નાખવામાં આવ્યો છે જેથી પૂરતા ફોર્સથી પાણી વિતરણ થયું છે. પાણી વિતરણ સંપૂર્ણ બંધ રહ્યું નથી.

સ્નાનાગારના ત્રિમાસિક સત્રનું રજિસ્ટ્રેશન
મનપાના લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્સ રાજકોટ ખાતે નવું ત્રિમાસિક સત્ર આગામી 1 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે અને તે 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. રેસકોર્સ સ્નાનાગારના ત્રિમાસિક સત્રમાં જેન્ટસ, લેડીઝ, ચિલ્ડ્રન શીખાઉ અને જાણકાર સભ્ય બનવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...