તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા પંચાયતમાં નહીં અવિશ્વાસની દરખાસ્ત, નહીં પક્ષપલ્ટો, બાગીઓ નિષ્ક્રિય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તે સામાન્ય સભા તા.21ના બોલાવવાની જાહેરાત થઇ છે પણ હવે બળવાખોરોમાં એટલો ઉત્સાહ રહ્યો નથી અને હાલ પૂરતા તો ખાટરિયાનું પ્રમુખપદ જળવાઇ રહેશે.

બળવાખોરો ઉત્સાહ ઘટવાના ઘણા કારણો પૈકી એક કારોબારી સમિતિ પાસેથી બિનખેતીની સત્તા હવે ન હોવી તે મહત્ત્વનું છે. કારોબારી સમિતિ પર કબજા માટે જ અનેક રાજરમત રમાઈ હતી. આ ઉપરાંત બળવાખોરોએ સમિતિઓ પર કબજો કરી લેતા અર્જુન ખાટરિયાએ તેમના વિરૂધ્ધ પક્ષાંતરધારાનો કેસ ચલાવ્યો છે. આ ઉપરાંત બળવાખોરોએ પોતાની તરફ કરેલા કેટલાક સભ્યો ફરી કોંગ્રેસના કેમ્પમાં આવ્યા છે આ કારણે સત્તાપલટા માટે જોઈતી બે તૃતિયાંશ બહુમતી હાંસલ કરી શકાતી નથી. આ તમામ કારણોથી બળવાખોરો નિષ્ક્રિય બની ગયા છે. બીજી તરફ ભાજપ પણ તેમને પોતાની તરફ ખેંચવા માટે કોઇ પ્રયાસ કરી રહ્યું નથી. જે 6 કોળી સભ્યો ભાજપમાં કુંવરજી બાવળિયાની સાથે ભળ્યા તે સિવાય કોઇ આગળ આવ્યું નથી. હવે બાગી સભ્યો લોકસભાની ચૂંટણીની રાહ જોઇ રહ્યા છે ચૂંટણીમાં જે પક્ષ માન અને મોભો આપશે તેમાં જ ભળશે ત્યાં સુધી અપક્ષની જેમ ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી પદ ભોગવશે.

અન્ય સમાચારો પણ છે...