મનપામાં સ્કોલરશિપના કોઇ ફોર્મ ઉપલબ્ધ નથી : પદાધિકારીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

તાજેતરમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થયો હતો જેમાં જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશિપ યોજનાના ફોર્મ મળે છે. જે વિદ્યાર્થીઓને 45 ટકા છે તેને રૂ.10 હજાર અને જેમને 55 ટકા છે તેમને રૂ.25000 સ્કોલરશિપ મળે છે. જેના અનુસંધાને રાજકોટ મનપામાં સોમવારે મેયર બિનાબેન આચાર્યની ચેમ્બરમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડી આવ્યા હતા. જેથી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ સહિતના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, હકીકતમાં આવી કોઇ યોજનાના ફોર્મ મહાનગરપાલિકામાં ઉપલબ્ધ નથી. આવા મેસેજથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભરમાવું નહીં તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...