તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Narinder Solanki Who Talked About Religion Attacked Revolver With Crowds Wounded Two People 031713

ધર્મની વાતો કરનારા નરેન્દ્ર સોલંકીએ રિવોલ્વર દેખાડી ટોળાં સાથે હુમલો કર્યો, બે વ્યક્તિ ઘવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા સમય પહેલા અમરેલીમા મળેલા કડિયા સમાજના સંમેલનનો વિવાદ હજુ સમ્યો નથી ત્યા આજે સાવરકુંડલામા ઓલ ઇન્ડિયા ક્ષત્રિય કડિયા સમાજના હોદેદારોની બેઠકમા રાજકોટના નરેન્દ્રભાઇ સોલંકી, અમદાવાદના કમલેશભાઇ ચૌહાણ, આનંદ જાવીયા સહિત 45 થી 50ના ટોળાએ ચાલુ સભામા ખુરશીઓ ઉછાળી ધાંધલ ધમાલ કરી બે વ્યકિતને ઘાયલ કરી દેતા ચકચાર મચી છે. આ અંગે સાવરકુંડલા શહેર પોલીસમા ગુનો પણ નોંધાયો છે.

ક્ષત્રિય કડિયા સમાજની બેઠકમા બઘડાટીની આ ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના જ્ઞાતિ પ્રમુખ ગોવિંદભાઇ હિરજીભાઇ પરમારે ઓલ ઇન્ડિયા કડીયા સમાજના હોદેદારોની બેઠક બોલાવી હતી. જેમા ગુજરાત અને ઓલ ઇન્ડિયાના પ્રમુખની પણ વરણી થવાની હતી. પરંતુ બેઠક ચાલુ હતી તે સમયે રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી ઉપરાંત નિલેષભાઇ ચૌહાણ, અમદાવાદના કમલેશભાઇ ચૌહાણ, આનંદ જાવીયા, રાજકોટના દિનેશ જાવીયા, હિતેશ રાઠોડ, શરદ ભરડવા સહિત 45 થી 50 લોકોનુ ટોળુ સ્ટેજ પર ધસી આવ્યું હતુ.

નરેન્દ્રભાઇ સહિતના ટોળાએ સ્ટેજ પર જ બઘડાટી બોલાવી હતી અને ખુરશીઓના ઘા કરી હોદેદારોને ગાળાગાળી કરી ધક્કામુક્કી કરી હતી. તેમણે માઇકની આંચકા આંચકી કરી છરી અને રિવોલ્વર જેવા હથિયારો બતાવી ધાકધમકીનો માહોલ ઉભો કરી દીધો હતો. અને મારામારી કરી બે વ્યકિતને ઘાયલ કરી સ્ટેજ પરથી જતા રહ્યાં હતા. જે અંગે ગોવિંદભાઇ પરમારે મોડી સાંજે સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેમા તેણે જણાવ્યું હતુ કે આ ટોળાએ ખુરશીઓની તોડફોડ કરી મારામારી કરી રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના ફંકશન વખતે પણ જ્ઞાતિનો વિવાદ ઉભરીને સામે આવ્યો હતો.

મહત્ત્વ નહીં અપાતા હુમલો કર્યો
ગોવિદભાઇ પરમારે ફરિયાદમા જણાવ્યું હતુ કે સાવરકુંડલામા હોદેદારોની વરણી માટે બેઠક મળી હતી. નરેન્દ્રભાઇ સોલંકીને મહત્વ નહી અપાતા તેની દાઝ રાખી હુમલો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...