તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Muncie To Remove The Dirt Placed In The Racecourse Park Commissioner39s Order Congress In The Mood To Fight 072555

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસકોર્સ પાર્કમાં મૂકેલો બાંકડો દૂર કરવા મ્યુનિ. કમિશનરનો આદેશ, કોંગ્રેસ લડી લેવાના મૂડમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

વોર્ડ નં.2માં કોંગ્રેસના વોર્ડ નં.3ના કોર્પોરેટરે સ્વખર્ચે બેસવાનો બાંકડો મૂકતા રાજકીય વિવાદો શરૂ થયા છે. વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટરની રજૂઆતના પગલે કમિશનરે બાંકડો દૂર કરવા સૂચના આપી છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું જે સ્થળે મૂક્યો છે એ જાહેર જગ્યા નથી, પરંતુ માર્જિનની જગ્યા છે. કમિશનર ભાજપની ચમચાગીરી કરી રહ્યું છે. બાંકડો દૂર કરાશે તો શાંતિથી બેસી નહીં રહીએ. બાંકડાએ વિવાદોના શ્રીગણેશ કર્યા હોય તેમ રેસકોર્સ પાર્કના ખૂણે બિલ્ડિંગની માર્જિનની જગ્યામાં વોર્ડ નં.3ના કોર્પોરેટર અતુલ રાજાણીએ પોતાના ખર્ચે બાંકડો મુક્યો હતો. રાજાણીએ જણાવ્યું હતું કે, સિનિયર સિટિઝનની રજૂઆતના પગલે આ બાંકડો મુક્યો છે. જે સ્થળે મુક્યો તે કોઇ જાહેર જગ્યા નથી છતાં ભાજપના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું હોય તેમ બાંકડો દૂર કરવા કમિશનરને રજૂઆત કરી છે. મેં કમિશનર ઉદિત અગ્રવાલને શનિવારે ફોન કરી બાંકડો દૂર ન કરવા કહ્યું છે. કમિશનર ભાજપની ચમચાગીરી કરી રહ્યા છે જે ગેરવાજબી વાત છે. લોકોને બેસવાની સુવિધા મળે છે, જે સ્થળે બાંકડો મુક્યો છે તે ખાનગી જગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો