તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ, નુકસાનીનું જોખમ ઓછું કરવા અેક શેડમાં મલ્ટિપલ ઉદ્યોગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાઈ રહ્યું છે. અહીંના મોટાભાગના લોકો ફેમિલી બિઝનેસ, ભાગીદારી પેઢી સાથે સંકળાયેલા છે ત્યારે રાજકોટના ઉદ્યોગમાં એક તદ્દન નવા પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગમાં નુકસાની અને રોકાણનું જોખમ ઓછું રહે તે માટે રાજકોટમાં હવે એક જ શેડમાં મલ્ટિપલ ઉદ્યોગો ચાલે છે. એન્જિનિયરિંગ સેગમેન્ટમાં લઘુ અને સુક્ષ્મ એકમો આ જ પદ્ધતિથી વેપાર-ધંધો કરી રહ્યા છે. એક જ કારખાનામાં અલગ અલગ મશીન મૂકીને પાર્ટસનું ઉત્પાદન કરે છે. એક અંદાજ મુજબ રાજકોટમાં અંદાજિત 100 થી વધુ ઉદ્યોગો આ પ્રકારે ચાલી રહ્યા છે. રાજકોટના ઉદ્યોગ થકી અાજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજીરોટી મળે છે. મેટોડા, આજી,શાપર, વાવડી સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજી રોટી મળે છે.

આ પદ્ધતિથી ઉદ્યોગ કરવાના ફાયદા
રોકાણ ઓછું કરવું પડે છે

નુકસાની જાય તો આર્થિક ખેંચની ચિંતા રહેતી નથી

નવા ઉદ્યોગકારોને પ્લેટફોર્મ મળી રહે છે, રોજગારી વધે છે

લાંબો સમય વ્યવસાય ચાલે છે

નાના પ્લેટફોર્મથી અાગળ જતા મોટી કંપની પણ શરૂ કરી શકાય છે

બહારની કંપનીના આસાનીથી ઓર્ડર મેળવી શકાય છે

વિદેશની કંપનીના ઓર્ડર આપનારને પણ સરળતા રહે છે

એન્જ.ના વિદ્યાર્થીઓ આ પદ્ધતિથી ઉદ્યોગ શરૂ કરે છે
નવા ઉદ્યોગસાહસિકો માટે આ પદ્ધતિ સરળ બની રહે છે. ખાસ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ ઉદ્યોગની શરૂઆત આ પ્રકારે કરે છે. એક જ સ્થળે બધો માલ મળી રહે અને આસાનીથી નવું કામ મળી રહે છે. સમીર વૈષ્ણવ, ઉદ્યોગકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો