તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગ્રેજી ભવનના મુખર્જી અને ડોડિયા દોષિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા થોડા દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલા અંગ્રેજી ભવનના બે વિદ્યાર્થિનીઓને પીએચ.ડી. કોર્સવર્કની પરીક્ષામાં ગેરહાજર ગણવાના અને બે વિદ્યાર્થિનીઓને પીએચ.ડી.માં ખોટી રીતે ઘૂસાડી દેવાના પ્રકરણમાં અંતે કુલપતિએ નિમેલી સત્ય શોધક કમિટીએ સોમવારે પોતાનો આકરો રિપોર્ટ કુલપતિને સુપરત કર્યો હતો અને તેમાં ‘દિવ્ય ભાસ્કર’એ શોધી કાઢેલું સત્ય સ્વીકારી તે મુજબ અંગ્રેજીભવનના વડા ડો.સંજય મુખર્જી અને પૂર્વ વડા ડો.જયદીપસિંહ ડોડિયાને કમિટિએ દોષિત જાહેર કર્યા હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કુલપતિ આ બાબતે આગામી દિવસોમાં રિપોર્ટ જાહેર કરીને આગળની કાર્યવાહી કરશે.

અંગ્રેજી ભવનના વડા ડો.સંજય મુખર્જીએ કુલપતિ ડો.નીતિન પેથાણીના 19 મુદ્દાના ખુલાસાનો યોગ્ય જવાબ ન મળતા અંતે સત્ય શોધક તપાસ સમિતિની રચના કરી હતી અને તેમને ડો.જયદીપસિંહ ડોડિયા વિરુદ્ધ મ‌ળેલી ફરિયાદની તપાસના આદેશ પણ કર્યા હતા. સત્ય શોધક સમિતિએ અંગ્રેજી ભવનના વડા ડો.સંજય મુખર્જી અને પૂર્વ વડા ડો.જયદીપસિંહ ડોડિયા બન્ને દોષિત હોવાનો રિપોર્ટ આપ્યાનું જાણવા મળે છે. સત્યશોધક સમિતિના રિપોર્ટના આધારે આગામી દિવસોમાં કુલપતિ દ્વારા જવાબદારો સામે પગલાંની કાર્યવાહી કરવામાં આવશે.

યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત વડા અને પૂર્વ વડા દોષિત ઠરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત સત્યશોધક સમિતિની ભલામણના આધારે વર્તમાન વડા અને પૂર્વ વડાને દોષિત ઠરશે તેવી ઘટના બની છે.

સમિતિએ કરેલી ભલામણ મુજબ બન્ને સામે કાર્યવાહી કરાશે
અંગ્રેજી ભવન સામે તપાસ માટે નિમેલી સત્ય શોધક સમિતિનો રિપોર્ટ મને સોમવારે સાંજે મળી ગયો છે અને આ રિપોર્ટ સંક્રાંત બાદ ખોલવામાં આવશે અને તેમાં દોષિત ઠેરવાયેલા જવાબદારો સામે સમિતિની ભલામણ મુજબના પગલાં લેવામાં આવશે. ડો.નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

શિસ્તભંગ, ફોજદારી સહિતના પગલાઓ લેવાય તેવી શકયતા
અંગ્રેજી ભવનના બન્ને વિવાદાસ્પદ પ્રકરણમાં સત્ય શોધક કમિટિએ સત્ય ઉજાગર કરતો રિપોર્ટ સોમવારે કુલપતિને સુપરત કર્યો છે ત્યારે આ રિપોર્ટના આધારે દોષિત ઠરનારા જવાબદારો સામે શિસ્તભંગ, ફોજદારીરાહે ફરિયાદ, ઈજાફા રદ્દ જેવા પગલાંઓ લઈ શકાય તેવી શકયતા યુનિવર્સિટીના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કુલપતિ ડો.પેથાણી કેવા પગલાં લે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે ત્યારે હાલમાં આ બાબત પર શિક્ષણજગતની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો