• Gujarati News
  • National
  • Rajkot News Moving To The City Civic Center Until Ward No839s Office Becomes New 073141

વોર્ડ નં.8ની ઓફિસ નવી બને ત્યાં સુધી સિટી સિવિક સેન્ટરમાં સ્થળાંતર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાએ વોર્ડ ઓફિસ આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરી છે જેના ભાગરૂપે નિર્મળા રોડ સોજીત્રાનગર પાણીના ટાંકા સામે કાર્યરત વોર્ડ નં.8ની વોર્ડ ઓફિસ તોડી ત્યા નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે.

બાંધકામની કામગીરી ચાલુ કરવા માટે વોર્ડ ઓફિસ જ્યા સુધી નવું બિલ્ડિંગ ન બને ત્યા સુધી અમીન માર્ગ સિટી સિવિક સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવી છે. વોર્ડ નં.8ને લગતા કોઇપણ પ્રકારના મિલકત વેરા, પાણી વેરા, વેરા આકારણી, વ્યવસાય વેરો, શોપ લાઇસન્સને લગત કામગીરી, વેરા વસૂલાત, ડ્રેનેજ, વોટર વર્કસ જેવી અન્ય તમામ કામગીરી અમીનમાર્ગ સિટી સિવિક સેન્ટર ખાતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...