બોર્ડની પરીક્ષા માટે આજે કલેક્ટર કચેરીમાં બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 5મી માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે ગુરુવારે કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં પરીક્ષા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી ધો.10-12ની પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરાશે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાનારી પરીક્ષા સમિતિની બેઠકમાં સંવેદનશીલ કેન્દ્રો, અતિ સંવેદનશીલ કેન્દ્રો પર કઇ રીતની વ્યવસ્થા ગોઠવવી, ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીને કઇ-કઇ સ્કૂલ પર મૂકવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે. .

પરીક્ષા સમિતિમાં પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, વીજતંત્ર સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન ચાલુ ન રાખવા માટે પણ જાહેરનામું બહાર પાડવા અંગે નિર્ણય કરાશે.

બેઠકમાં એક્શન પ્લાન તૈયાર કરાશે


અન્ય સમાચારો પણ છે...