મેગા પ્લાન્ટેશન ઝુંબેશ માટે સંસ્થાઓ સાથે મનપાની બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મંગળવારે મેગા પ્લાન્ટેશન ઝુંબેશના આયોજન માટે વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મનપા હસ્તકના વિવિધ સ્થળો અને જાહેરમાર્ગો અંગેની માહિતી આપવામાં આવી હતી અને ત્યાં કઇ કઇ સંસ્થા કેટલા વૃક્ષો વાવી શકે તેમ છે તેની અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓ વોર્ડના જુદા જુદા સ્થળોની રૂબરૂ મુલાકાત લેશે અને ક્યા કેટલા વૃક્ષો વાવી શકાય તેમ છે તેનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. અહેવાલ બાદ ત્યા મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...