તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવાસની સાથે દુકાનો બનાવાતા મનપાને 27 કરોડની આવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાએ શહેરમાં અલગ અલગ સ્થળો પર આવાસ યોજનાની સાથે શોપિંગ સેન્ટરમાં દુકાનો, ઓફિસોનું બાંધકામ કર્યું છે. જેના કારણે આ દુકાનો અને ઓફિસની હરાજીથી વેચાણ કરી મહાનગરપાલિકાએ વર્ષ 2018-19 દરમિયાન 27 કરોડ રૂપિયાની આવક ઊભી કરી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, વીર નર્મદ ટાઉનશિપ શોપિંગ સેન્ટર, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપ શોપિંગ સેન્ટર, મહર્ષિ અરવિંદ ટાઉનશિપ શોપિંગ સેન્ટર, સ્માર્ટ ઘર-1, ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશિપ શોપિંગ સેન્ટર, શહીદ ઉધમસિંહ ટાઉનશિપ શોપિંગ સેન્ટરમાં દુકાનના વેચાણથી મહાનગરપાલિકાને રૂ.270980000ની આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...