તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Mahantaswamy39s Departure To Bochasan Giving Darshan Satsang Benefit 072605

દર્શન-સત્સંગ લાભ આપી મહંતસ્વામીનું બોચાસણ તરફ પ્રયાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહંતસ્વામી મહારાજ છેલ્લા 12 દિવસથી સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને આંગણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે હરિભક્તોને પોતાના દર્શન સમાગમનો લાભ આપી રહ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દીપોત્સવ પર્વ ઉજવાઈ ગયું. આ 12 દિવસના મહાપર્વથી અાબાલવૃદ્ધ સૌના હૈયામાં ધર્મ, ભક્તિ, સંપ, એકતા, સેવા, સમર્પણ, શિસ્ત જેવા દિવ્ય ગુણોના દીપ પ્રજ્વલિત થયા. જે દીપમાળામાં અદભુત પ્રસંગો ઝળહળી ઉઠ્યા.

1500થી વધુ આબાલવૃદ્ધ પુરુષ-મહિલા હરિભક્તો એ તપ ઉપવાસ કર્યા. જેમાં 150થી વધુ કલાકનાં નિર્જળ ઉપવાસ યુવકોએ કર્યા. તેમજ માળા, અને નીલકંઠવર્ણીની પ્રદક્ષિણા કરીને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું.

મહંતસ્વામી મહારાજની નિશ્રામાં, સંતોના સંપર્ક અને પ્રેરણાથી અનેક લોકો વ્યસનમુક્ત થયા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રાર્થના કરવામાં આવી. પરિવાર, સમાજ, રાજ્ય, દેશથી લઈને વિશ્વ સુધી સર્વત્ર શાંતિના પ્રવર્તન માટે પાયારૂપ ‘પારિવારિક શાંતિ અભિયાન’નો ભવ્ય શુભારંભ થયો. બાળકો, યુવાનોમાં આંતરિક કળા-કૌશલ્યનો વિકાસ થાય તે માટે સ્કીટ, સંવાદ, નૃત્ય, ડિબેટ જેવા કાર્યક્રમો યોજાઈ ગયા. બાલિકા-યુવતી, મહિલા મંડળ દ્વારા શાક-હાટડીની સેવા, રસોઈની સેવા, મંદિરના અદભુત ડેકોરેશનની સેવા કરી મહંતસ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રવિવારે અંતિમ દિવસે આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરુષ મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. રાજકોટ મંદિરના સંતોએ સ્વામીને કલાત્મક વિદાય હાર પહેરાવી ગુરુભક્તિ અદા કરી હતી. મહંતસ્વામી મહારાજ આગળના વિચરણમાં કાર્તિકી પૂર્ણિમાના સામૈયાની ઉજવણી માટે બી.એ.પી.એસ.ના ગાદીસ્થાન બોચાસણ તરફ પ્રયાણ કર્યું.

અન્ય સમાચારો પણ છે...