તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Low Pressure Reaches The Gulf Of Kutch The First Monsoon To Depart Late For The First Time Since 1960 070601

લો પ્રેશર કચ્છના અખાત પર પહોંચ્યું, 1960 બાદ પ્રથમ વાર ચોમાસું મોડું વિદાય લેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આ વખતે મેઘો મહેરબાન છે. બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશરની અસર પહેલા સૌરાષ્ટ્ર પર હતી. તે અસર હવે કચ્છના અખાત પર પહોંચી છે. આ લો પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે.જેને કારણે હજુ આજના દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1960 બાદ આ પ્રથમવારની ઘટના છે કે, ચોમાસું આટલી મોડી વિદાય લેશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ અરબી સમુદ્ર પર લો પ્રેશર બન્યું છે. તેની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે. આ પ્રેશર હવે ધીમે ધીમે કચ્છના અખાત પર પહોંચ્યું છે અને ઉત્તર ગુજરાતમાં સ્થિર થશે. સામાન્ય રીતે ઓક્ટોબર માસમાં ચોમાસું વિદાય લેતું હોય છે, પણ તેની શરૂઆત સપ્ટેમ્બર અંત સુધીમાં શરૂ થઇ જાય છે. 1960 પછી આ પ્રથમ બનાવ છે કે સપ્ટેમ્બર માસથી 5 ઓક્ટોબર સુધી ચોમાસું વિદાય લેવાના કોઇ સંકેત નથી. ઈન્ડિયન ડાઈફોલ્ડને કારણે આ વખતે ભારે વરસાદ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...