ફાંસો ખાઇ પરિણીતાએ જિંદગી ટૂંકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વધુ એક પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. કોઠારિયા સોલવન્ટ પાસેના હાઉસિંગ બોર્ડ ક્વાટર્સમાં રહેતા પૂનમબા ભીમદેવસિંહ ગોહિલે (ઉ.વ.28) શુક્રવારે વહેલી સવારે પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં પરિવારજનોએ તેમને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજીડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂનમબાના લગ્ન દસ વર્ષ પૂર્વે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું પરિવારજનોએ રટણ રટતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...