તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણ પાસે 20 લાખના હીરાની લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ તાલુકાના ગોડલાધાર ગામ નજીક રવિવારે સવારે 11-30 વાગ્યા આસપાસ બોટાદના હીરાના વેપારીઓ કાર લઈને જસદણ હીરા બજારમાં આવતા હતા. ત્યારે ગોડલાધાર અને જસદણ વચ્ચે સિલ્વર કલરની નંબરપ્લેટ વગરની અગાઉથી લૂંટ કરવાના ઈરાદે ઉભેલી કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ વેપારીની કારને ઉભી રખાવી લાખો રૂપિયાના હીરાની લૂંટ ચલાવી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરેલી તપાસ બાદ આરોપી સકંજામાં સપડાયા હતા.

બોટાદના હીરાના વેપારી ધોળા દિવસે લુંટાયા હોવાની જાણ મળતા રાજકોટ જિલ્લા પોલીસ વડા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં જસદણ પોલીસ, બોટાદ પોલીસ, વિંછીયા પોલીસ અને આટકોટ પોલીસ સહિતની ટીમ દ્વારા ઠેરઠેર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચારેય શખ્સો સિલ્વર કલરની કારમાં આવ્યા હોવાનું વેપારી દ્વારા રટણ કરવામાં આવતા તેના આધારે જસદણ પોલીસ દ્વારા લૂંટ ચલાવનારા અજાણ્યા શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

બોટાદના પાટી ગામે રહેતા 4 વેપારી જસમતભાઈ ધરમશીભાઇ કળથિયા, શૈલેષ ભગવાનભાઇ કળથિયા, રાજેશભાઇ અમૃતભાઇ ગોહેલ અને ભદુરભાઇ બોટાદથી કાર લઈને જસદણ હીરા બજારમાં હીરા વેંચવા માટે આવતા હતા. ત્યારે અગાઉથી જ લૂંટ કરવાના ઈરાદે ઉભેલા 4 અજાણ્યા શખ્સો નમ્બરપ્લેટ વગરની કાર લઈને રોડ ઉપર જ ઉભા રહી ગયા હતા. ત્યારે હીરા લઈને નીકળેલા વેપારીની કાર પસાર થતા જ ચારેય અજાણ્યા શખ્સો કારની આડે છરી સાથે ઉતર્યા હતા અને છરીની અણીએ અંદાજે રૂ.15થી20 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છૂટતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ લૂંટની ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ મથકના પીઆઈ વી.આર.વાણીયા, પીએસઆઈ એન.એચ.જોષી અને રાઈટર મથુરભાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને લૂંટ ચલાવનારા અજાણ્યા શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. આ બનાવના પગલે પોલીસ કાફલા દ્વારા ઠેરઠેર નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. આ લૂંટના બનાવમાં જસદણ પોલીસે જસમતભાઈ પટેલની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી અને આ બનાવની આગળની કાર્યવાહી જસદણ પીઆઈ વી.આર.વાણીયા ચલાવી રહ્યા છે. આરોપીઓ પકડાયા અંગે પોલીસે જોકે મગનું નામ મરી પાડ્યું નહતું. પરંતુ ભેદ ઉકેલાઇ ગયાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...