લોકડાઉન | શહેરમાં ચક્કર મારવા નીકળેલા 24 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના ચોથા દિવસે પણ સમાજના દુશ્મન બની જાહેર નામાનો ભંગ કરનાર 31 શખ્સ સામે પોલીસે લાલ આંખ કરી છે. તમામ પોલીસમથકોમાં જાહેરનામાના ભંગ બદલ 29 ગુના નોંધાયા છે.

લોકડાઉનના પગલે શહેરભરમાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે શહેરના તમામ વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક શખ્સો જાણે કાયદાથી પર હોય તેમજ શહેરમાં ચક્કર મારવા નીકળી પડે છે. ત્યારે લોકડાઉનના ચોથા દિવસે પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ફરવા નીકળેલા 24 શખ્સને પકડી પાડી તેમની સામે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધી અટકાયત કરી છે. જ્યારે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને જ ખુલ્લી રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં અન્ય દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરવા બદલ 7 વેપારીઓ સામે કાર્યવાહી કરી પોલીસમથકની હવા ખવડાવી છે.

દુકાન ખુલ્લી રાખનાર 7 વેપારી સામે ફરિયાદ


અન્ય સમાચારો પણ છે...