તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયુષ્માન કૌભાંડ | ક્યા તબીબે કાર્ડ મંજૂર કર્યા તેની ખબર જ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાભાર્થી ન હોય તેવા લોકોના આયુષ્માન કાર્ડ કાઢી આપવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં રાજકોટમાંથી ઓપરેટરોને છૂટા કરી દેવાયા છે પણ કાર્ડ મંજૂર કરનારા તબીબો સામે તપાસ પહોંચી જ નથી. કારણ કે, કાર્ડ કોણે મંજૂર કર્યા તે સોફ્ટવેરમાં જાણી જ શકાતું નથી.

આયુષ્માન કાર્ડના સાચા લાભાર્થીઓમાં નકલી પરિવારજનોને ઉમેરી લાભાર્થી ન હોય તેમને પણ કાર્ડ ફાળવી દેવાના કૌભાંડમાં ઓપરેટરોએ જ નકલી નામો ઉમેર્યા હોઈ જેને લીધે એક જ પરિવારમાં 200થી વધુ સભ્યો ઉમેરાયા છે. તે બદલ ઘણા ઓપરેટરને નોટિસ ગઈ છે તેમજ ઘણાને છૂટા કરાયા છે. ઓપરેટર જ્યારે કોઇ ફોર્મ ભરે ત્યારે તેમા જરૂરી દસ્તાવેજો વેબ પોર્ટલ પર અપલોડ કરે છે તેની ભૂમિકા આટલી જ છે. ત્યારબાદ વેબ પોર્ટલ પર અરજી મંજૂર થાય તો જ કાર્ડ નીકળી શકે છે અને તે જવાબદારી તબીબોની છે. આ કામમાં આરબીએસકે અને મેડિકલ ઓફિસર રોકાયેલા છે. જેથી માત્ર ઓપરેટર જ નહિ પણ તબીબો પણ તેમાં સંડોવાયેલા છે તે દિવ્ય ભાસ્કરે બહાર કાઢ્યું હતું. આ અંગે શું તપાસ થઈ તે તપાસ કરતું આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા તંત્ર હજુ એ દિશામાં ગયા જ નથી તે સામે આવ્યું છે.

આ મામલે પણ વેબ પોર્ટલ અને સોફ્ટવેરની ખામી જ છે કારણ કે, ક્યુ કાર્ડ કોણે મંજૂર કર્યું તે જાણી જ શકાતું નથી તેથી આખરે કોણ કૌભાંડ કરી ગયું છે તે તપાસ ઠેરની ઠેર જ રહી છે.

પોલીસ ફરિયાદ માટે હજુ રાહ જોવાય છે
નકલી આયુષ્માન કાર્ડની તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટરે ખાસ તપાસ ટીમની રચના કરી છે. જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહિવટી તંત્રના અધિકારીઓને મુકાયા છે. ટીમ હજુ સુધી કેન્દ્ર સરકારે આપેલી આયુષ્માન કાર્ડની યાદી મુજબ જ કામ કરી રહી છે. ગેરરીતીમાં ઓપરેટરોને છુટા તો કર્યા પણ પોલીસ ફરિયાદ માટે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો