• Gujarati News
  • National
  • રાજકોટમાં 40 ન્યૂસન્સ પોઇન્ટ પર જાહેરમાં થાય છે શૌચક્રિયા

રાજકોટમાં 40 ન્યૂસન્સ પોઇન્ટ પર જાહેરમાં થાય છે શૌચક્રિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

દેશનાશ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની પસંદગી માટે કેન્દ્ર સરકાર દ્વારા થતાં સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં રાજકોટનો દેખાવ કંગાળ બની રહે તેવી હાલત છે. સર્વેક્ષણની નવી ગાઇડલાઇન મુજબ જે કામ ફરજિયાત છે તેમા કોઇપણ રીતે મનપાનું કામ ઉડીને આંખે વળગે તેવું નથી. આવી એક સ્થિતિ ન્યૂસન્સ પોઇન્ટની છે. મનપાના ચોપડે દર્શાવેલા ન્યૂસન્સ પોઇન્ટમાં હજુ પણ 40 જગ્યાએ ખુલ્લામાં કચરો નખાય છે, જાહેરમાં શૌચક્રિયા થઇ રહી છે. સ્વચ્છ સર્વેક્ષણના ગુણમાં આવા ન્યૂસન્સ પોઇન્ટની પણ નોંધ લેવામાં આવે છે અને તેના માટે 100 માર્ક્સ રાખવામા આવ્યા છે. સર્વેક્ષણ માટે કેન્દ્રની ટીમ રાજકોટ આવશે ત્યારે આવા ન્યૂસન્સ પોઇન્ટ નજરે ચડી જશે તો માર્ક્સમાં નુકસાન જાય તેમા કોઇ શંકાને સ્થાન નથી.

રાજકોટને જાહેરમાં શૌચક્રિયામુક્ત શહેર ઘોષિત કરાયું છે! કઇ રીતે કરાયું, ક્યા માપદંડના આધારે કરાયું, એક મોટો સવાલ છે. હજુ પણ સંખ્યાબંધ વિસ્તારો એવા છે કે, જ્યાં લોકોની અવરજવર હોવા છતાં જાહેરમાં શૌચક્રિયા થઇ રહી છે. ખુલ્લામાં કચરાનો નિકાલ થઇ રહ્યો છે. મહાપાલિકાએ ખુદ કરેલા સરવે મુજબ હજુ પણ આવા 40 ન્યૂસન્સ પોઇન્ટ છે. અમુક ન્યૂસન્સ પોઇન્ટ પર મનપાએ મોબાઇલ ટોઇલેટ, પોર્ટેબલ ટોઇલેટ, સ્લમ વસાહતમાં વ્યક્તિગત ટોઇલેટ બનાવ્યા. પરિણામે સ્થિતિ થોડી સુધરી છે એમા શંકા નથી, પરંતુ રાજકોટ સંપૂર્ણપણે જાહેરમાં શૌચક્રિયામુક્ત શહેર ઘોષિત કરી શકાય તેવું તો હરગીઝ નથી. ખાસ કરીને રેલવે ટ્રેક આસપાસ, આજી નદી કાંઠે, વોંકળા કાંઠે, વિકસિત વિસ્તારોમાં જ્યાં બાંધકામના પ્રોજેક્ટ ચાલે છે ત્યાં કામ કરતા અને ત્યાં રહેતા પરપ્રાંતીય લોકો સહિતનો સ્ટાફ ખુલ્લા પ્લોટમાં શૌચક્રિયા કરી રહ્યા છે.

સ્વચ્છતા સર્વેક્ષણની નવી ગાઇડલાઇન મુજબ ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરવા સંદર્ભે 100 માર્ક્સ રાખવામાં આવ્યા છે. અન્ય કામગીરીની જેમ ન્યૂસન્સ પોઇન્ટને લઇને પણ માર્ક્સમાં મોટી નુકસાની સહન કરવી પડે એવી હાલત છે.

એક વર્ષ સુધી સેનિટેશનના છાત્રોને ન્યૂસન્સ પોઇન્ટ પર કામે લગાડાયા હતા, પરિણામ શૂન્ય

સેનેટરીઇન્સ્પેક્ટરનો કોર્સ કરતા વિદ્યાર્થીઓની સેવા એક વર્ષ સુધી લેવામાં આવી હતી. જ્યા કંઇપણ જાહેરમાં શૌચક્રિયા થતી હોય એવી જગ્યાએ સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ રૂબરૂ જતા હતા અને કોઇ શૌચક્રિયા કરવા આવે એટલે તેમને અટકાવીને નજીકમાં બનાવેલા પે એન્ડ યુઝ, મોબાઇલ ટોઇલેટ અથવા ફાયબરના પોર્ટેબલ શૌચાલયનો ઉપયોગ કરીને સમજાવવામાં આવતા હતા. અભિયાનથી ફરક જરૂર પડ્યો છે, પણ જોઇએ એવું પરિણામ લાવી શકાયું નથી.

લોકોમાંજાગૃતિ નથી, હવે ધોકા રેડ સિવાય કોઇ ઉકેલ નથી

^જાહેરમાંશૌચક્રિયા કરવા ટેવાયેલા લોકોને ગમે તેટલા સમજાવવામાં આવે તો પણ નિંભરતા છોડતા નથી. લોકોમાં જાગૃતિ નથી. જે રીતે મુંબઇમાં જાહેરમાં થતી શૌચક્રિયા ઉપર અંકુશ લાવવા ખાસ એન્ફોર્સમેન્ટ બની હતી અને ટીમ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહીને ધોકા રેડ ચલાવતી તેવા પગલાં રાજકોટમાં લેવામાં આવશે. સિવાય હવે બીજો કોઇ ઉકેલ નથી.

> નિલેષપરમાર, પર્યાવરણઇજનેર, મનપા

સ્વચ્છતા સર્વેક્ષણની ગાઇડલાઇન મુજબ ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરવા જરૂરી, રાજકોટ મનપાના 100 માર્ક્સ કપાય તેવી હાલત

અન્ય સમાચારો પણ છે...