તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાસાની એક્ઝામમાં રાજકોટની વિદ્યાર્થિની રાષ્ટ્રમાં 14મા સ્થાને

નાસાની એક્ઝામમાં રાજકોટની વિદ્યાર્થિની રાષ્ટ્રમાં 14મા સ્થાને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કોલર્સ એકેડમીની વિદ્યાર્થિનીને સન્માનિત કરાઇ

મુંબઇનીઇન્ડિયા ટેલેન્ટ નામની સંસ્થા દ્વારા આયોજિત નાસા સાયન્સની એકઝામમાં રાજકોટની સ્કોલર્સ એકેડમીની વિદ્યાર્થિની રૂહી ખિલનભાઇ વોરા 14મા ક્રમે ઉત્તીર્ણ થઇ દેશભરમાં રાજકોટનું ગૌરવ વધાર્યું હતું. ઇન્ડિયન ટેલેન્ટ દ્વારા રૂહીને લેપટેબ અને મેડલથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરાઇ હતી.

રાજકોટની સ્કોલર્સ એકેડમીના સંચાલક જીજ્ઞેશભાઇ અનડકટે જણાવ્યું હતું કે, વિશ્વ પ્રસિધ્ધ ‘નાસા’ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ માટે દરેક દેશમાં નાસા સાયન્સની એકઝામ લેવામાં આવે છે. જેમાં સાયન્સ ક્ષેત્રે રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવે છે. ભારતમાં એક્ઝામ મુંબઇની ઇન્ડિયન ટેલેન્ટ દ્વારા યોજવામાં આવે છે અને તેમાં લેખિત પરીક્ષાના બે રાઉન્ડ હોય છે. એકઝામમાં રાજકોટ જિલ્લામાંથી 500 સહિત દેશભરમાંથી અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિર્મલા કોન્વેન્ટમાં ધો.7માં અભ્યાસ કરતી સ્કોલર્સ એકેડમીની વિદ્યાર્થિની રૂહી વોરા પ્રથમ રાઉન્ડ ક્લિયર કરી બીજા રાઉન્ડ માટે સિલેક્ટ થઇ હતી. બીજા રાઉન્ડમાં ધો.7ના વિદ્યાર્થીઓની કેટેગરીમાં કુલ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી રૂહી 14 ક્રમે ઉત્તીર્ણ થઇ હતી.

રૂચિ વોરા.

અન્ય સમાચારો પણ છે...