તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મક્કમ ચોકથી આજીડેમ સુધીનો રસ્તો ટૂંકાગાળામાં એલઇડીથી ઝળહળી ઊઠશે

મક્કમ ચોકથી આજીડેમ સુધીનો રસ્તો ટૂંકાગાળામાં એલઇડીથી ઝળહળી ઊઠશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~ 93.96 લાખના ખર્ચનો અંદાજ, નવા 200 પોલ ઊભા કરાશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનારાજમાર્ગો પર સોડિયમના બદલે એલઇડી લાઇટિંગનો ઝળહળાટ કરવાની સાથે મનપા ઉપર વીજબિલનું ભારણ ઓછું કરવાના અભિગમ હેઠળ ક્રમશ: રીતે એક પછી એક રાજમાર્ગનો વારો લેવામાં આવી રહ્યો છે. હવે ગોંડલ રોડ પર મક્કમ ચોકથી શરૂ કરીને ભક્તિનગર સર્કલ થઇ 80 ફૂટ અને ત્યાંથી છેક આજીડેમ ચોકડી સુધી એલઇડી લાઇટ નાખવાનું આયોજન કરાયું છે. રૂ.93.96 લાખના ખર્ચના અંદાજ સાથે કામની મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલવામાં આવી છે.

રાજકોટ મનપા ઉપર વીજબિલનું વર્ષે તોતિંગ ભારણ આવે છે. બોજ હળવો કરવા માટે સોલાર એનર્જીથી માંડી એલઇડી લાઇટિંગનો વિકલ્પ અપનાવાઇ રહ્યો છે. રેસકોર્સ રિંગરોડ સહિતના માર્ગો પર એલઇડી લાઇટિંગનો ઝળહળાટ કરાયા બાદ હવે અન્ય એક રાજમાર્ગ ગોંડલ રોડ પર મક્કમ ચોકથી આજીડેમ ચોકડી સુધીનો રસ્તો પસંદ કરાયો છે. મક્કમ ચોકથી શરૂ કરીને નાગરિક બેંક ચોક, ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, 80 ફૂટ રોડ થઇને આજીડેમ ચોકડી સુધી એલઇડી લાઇટ નાખવામાં આવશે. તેના માટે 200 નવા પોલ નખાશે અને તેના ઉપર 400 એલઇડી લાઇટ આવશે. રૂ.93.96 લાખના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. ખર્ચ મંજૂરી માટે શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કામ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં 3.14 ટકા ડાઉન ભાવથી મે.રાદડિયા પરેશ નામના કોન્ટ્રાક્ટરે રસ દાખવતા તેમને કામ આપવાની ભલામણ દરખાસ્તમાં થઇ છે.

સેન્ટ્રલ ઝોન, કૃષ્ણનગરના સિવિક સેન્ટરમાં સોલાર સિસ્ટમ મુકાશે

મનપાનીઝોન કચેરી સોલાર એનર્જી આધારિત કરવાની સાથે તબક્કાવાર રીતે સિવિક સેન્ટરમાં સોલાર સિસ્ટમ મૂકવાનું કામ હાથ પર લેવાયું છે. સંદર્ભે મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં 75 કિલો વોટની અને સેન્ટ્રલ ઝોનના સિવિક સેન્ટર તેમજ કૃષ્ણનગરના સિવિક સેન્ટરમાં 25 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ મૂકવાની પરવાનગી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ માગવામાં આવી છે.

તબક્કાવારરીતે તમામ 48 રાજમાર્ગો એલઇડીથી ઝળહળશે

સફેદરોશનીના પ્રકાશથી રાજકોટના રાજમાર્ગોની રોનક વધારવા માટે મનપાએ સુવ્યવસ્થિત આયોજન કર્યું છે. તબક્કાવાર રીતે તમામ 48 રાજમાર્ગો પરથી સોડિયમ લાઇટ હટાવીને તેની જગ્યાએ એલઇડી લાઇટિંગ પોલ ઊભા કરાશે. મુખ્ય ચોકમાં હાઇમાસ્ક લાઇટિંગ ટાવર ઊભા કરવા માટે પણ આયોજન થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...