• Gujarati News
  • National
  • ગાયનેક સાથે આરોગ્ય અધિકારીની ઉધ્ધતાઇ

ગાયનેક સાથે આરોગ્ય અધિકારીની ઉધ્ધતાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.વી.પી.પંડ્યા શહેરના મહિલા ગાયનેક તબીબો સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાની સમક્ષ થઇ છે. સોમવારે તબીબોનું એક ડેલિગેશન મનપા કચેરીએ આવ્યું હતું.

ગાયનેક તબીબો માટે સોનોગ્રાફી માટેના નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે. તેના રિન્યૂઅલ કરાવવા સહિતની પ્રક્રિયા કરવી પડે છે. જવાબદારી અગાઉ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક નથી. પછી સાથે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને પણ જોડવામાં આવી છે. અહીં ફરિયાદ ઊઠી છે કે, મનપાના આરોગ્ય અધિકારી ડો.વી.પી.પંડ્યા ખોટી રીતે કનડગત કરે છે. મહિલા ગાયનેક તબીબોએ તો એવો આક્ષેપ પણ કર્યો છે કે, ડો.પંડયા ઉધ્ધર્તાઇભર્યું વર્તન કરે છે. ઇન્સ્પેકશનના બહાને કેટલા જડ નિયમો દેખાડીને ખોટી રીતે હેરાનગતિ કરે છે. તેની સામે કંઇ બોલવા જાય તો તમારે મારી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો એમ કહીને ઉધ્ધતાઇ કરે છે.

ગાયનેક તબીબોનું એક ડેલિગેશન સોમવારે સાંજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ આવ્યું હતું. મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાની સમક્ષ ડો.પંડ્યાની ફરિયાદ કરી હતી. સરકારમાંથી આવેલા ડો.પંડયા પોતાની મનમાની અને ઘરના નિયમો ચલાવતા હોવાની ફરિયાદ અગાઉ પણ ઊઠી હતી. વધુ એકવખત તે વિવાદમાં સપડાયા છે.

કમિશનર બંછાનીધિ પાની સમક્ષ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...